Home Current ભારતીય સેનાએ કચ્છનાં ભુજમાં જોગિંગ કરતા કરતા કર્યું આ અનોખું કામ, જાણો...

ભારતીય સેનાએ કચ્છનાં ભુજમાં જોગિંગ કરતા કરતા કર્યું આ અનોખું કામ, જાણો બ્રિગેડિયર સહિતનાં જવાનો શુ કર્યું?

859
SHARE
ન્યૂઝ4કચ્છ નેટવર્ક – ભુજ
ગુજરાતનાં સૌથી મોટા એવા સરહદી જિલ્લા કચ્છમાં ભારતીય સેનાના જવાનોએ એવું કામ કર્યું જેને જોઈને સામાન્ય નાગરિક પણ તેવું કરવા પ્રેરાયા હતા આર્મડ ફોર્સીસ ફ્લેગ ડે નિમિત્તે ભુજમાં આવેલા ઇન્ડિયન આર્મીનાં બાલ્ડ ઇગલ બ્રિગેડ ગ્રુપ દ્વારા તેમના જ કેમ્પસમાં જોગીગ કરવાની સાથે સાથે કચરો વીણીને સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરી હતી જેમાં જાંબાઝ જવાનોની સાથે સાથે કમાન્ડર એવા બ્રિગેડિયર પણ તેમની સાથે જોડાઈને ભારતીય સેનાના જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
ભુજના આર્મી કેમ્પસમાં ‘નો પ્લાસ્ટિક યુઝ’નાં સફળ અભિયાન બાદ ઇન્ડિયન આર્મીના આ ગ્રુપ દ્વારા શનિવારે સવારે યુનિટ એરિયામાં જોગિંગ કરવાની સાથે સાથે પીકિંગ ઓફ લીટર એટલે કે રસ્તા ઉપરથી કચરો વીણવામાં આવ્યો હતો. અભિયાનની શરૂઆત પહેલા કેમ્પસના મેદાનમાં બ્રિગેડ કમાન્ડનાં સર્વોચ્ચ અધિકારી બ્રિગેડિયર ફર્નાન્ડિઝ દ્વારા જવાનો અને અધિકારીઓને સ્વચ્છતા સંબંધી સોગંધ લેવડાવવામાં આવ્યા હતા અને સ્વચ્છતાનું જીવનમાં કેટલું મહત્વ છે તે અંગેની જાણકારી આપવામાં આવી હતી સ્વચ્છતાની શરૂઆત હંમેશા પોતાનાથી, પોતાના ઘરથી જ કરવી જોઈએ તેથી આ અભિયાન કેમ્પસમાં ચલાવવામાં આવ્યું હોવાનું બ્રિગેડિયર ફર્નાન્ડિઝે જણાવ્યું હતું સેનાનાં આ અભિયાનમાં આર્મીના જવાનો અને અધિકારી મોટી સંખ્યામાં પીટી ડ્રેસમાં સફાઈ કરતા એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંકલન લેફટનન્ટ કર્નલ મુક્ત કૌશિકે સાંભળ્યું હતું.