જયેશ શાહ : ન્યૂઝ4કચ્છ ભુજ.
ગ્રામ પંચાયતથી માંડીને વિધાનસભા કે લોકસભા સુધીની ચૂંટણી લડવી હોય તો ઉમેદવારે તેની મિલકતો અંગેની જાહેરાત કરવાની હોય છે. જેમાં ઘણીવાર ઉમેદવાર શરતચુકથી અથવા તો જાણીજોઈને વિગતો છુપાવતા હોવાના કિસ્સાઓ બહાર આવતા હોય છે. આવો કિસ્સો કચ્છમાં બન્યો છે જેમાં સૌથી વધુ ઉદ્યોગ સમૂહો આવેલા છે તેવી સમૃદ્ધ ગ્રામ પંચાયત મુન્દ્રનાં સરપંચે ચૂંટણી લડતી વેળાએ તેમની મિલકતો અંગેની માહિતી છુપાવી હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે જેમાં તાલુકા પંચાયતથી માંડીને જિલ્લા પંચાયત સુધી તપાસ પણ કરવામાં આવી છે અલબત્ત સરપંચ સામે જે મિલકતો છુપાવવાનો આક્ષેપ થયો છે તે હજુ પણ તેમની પત્નીના નામે જ સરકારી દફતરમાં બોલી રહી છે
ઘટનાની શરૂઆત ભાજપનાં સક્રિય કાર્યકર એવા મુન્દ્રનાં ધર્મેન્દ્ર જેસર દ્વારા મુન્દ્રા ગ્રામ પંચાયતનાં સરપંચની ચૂંટણી લડવાથી થઇ હતી જેના ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ ધર્મેન્દ્ર જેસરે તેમની મિલકત અંગેની વિગતમાં બારોઇ તથા ભોરારા ગામમાં આવેલી મિલકતો જાણી જોઈને છુપાવી હોવાનો આક્ષેપ ઉમર હાજી હુસેન ખલિફા નામનાં વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેના આ આક્ષેપ અંગે જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર મામલામાં મુન્દ્રા તાલુકા પંચાયતને તપાસ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો જેને પગલે જયારે ધર્મેન્દ્ર જેસરને રૂબરૂ બોલાવી જવાબ લેવામાં આવ્યો ત્યારે તેમણે એવો બચાવ કર્યો હતો કે, બારોઇની તેમની મિલકત તકરારી હોવાને કારણે તેમણે વિગત મૂકી ન હતી, અને ત્યાર બાદ તેમના તરફેણમાં ચુકાદો આવતા તેમની પત્ની સીમા ધર્મેન્દ્ર જેસરને નામે આ જમીન બોલે છે.
ભોરારા ગામની મિલકત પણ બીનખેતી કરાવીને તેને વેચી નાખવામાં આવેલી છે જોકે તેમ છતા આ મિલકત તારીખ સરકારી ચોપડે તેમના નામે જ બોલી રહી છે આ અંગે ધર્મેન્દ્ર જેસરનો સંપર્ક કરતા તેમણે તમામ વિગત-હકીકત તપાસ દરમિયાન સંબંધિત અધિકારીઓ સમક્ષ જણાવી દીધી હોવાનો દાવો કર્યો હતો જોકે ભોરારા ગામની મિલકત હજુ પણ તેમના નામે છે અને બારોઇની તકરારી મિલકત કેમ ના દર્શાવી તેનો ખુલાસો કર્યો ન હતો અને ધર્મેન્દ્ર જેસરે તેમની વિરુદ્ધ અરજી કરનારા ઉમર હાજી હુસેન ખલિફા ન્યુસન્સ તત્વ હોવાનું અંતમાં જણાવ્યું હતું.
તંત્રની બેદરકારી કે…
મુન્દ્રા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર જેસરની મિલકતો છુપાવવાની આ વિવાદિત ઘટનામાં તંત્રની પણ બેદરકારી બહાર આવી છે જયારે જેસરની તપાસ કરવામાં આવી અને તેમણે દાવો કર્યો કે તકરારી મિલકત હતી અને પાછળથી તેમનાં નામે ચઢી છે એવું કહ્યું ત્યારે જવાબદાર અધિકારીએ તકરારી મિલકતનો ઉલ્લેખ ન કરવા બદલ જેસરનો ખુલાસો કેમ ન લીધો તે એક મોટો પ્રશ્ર્ન છે તેવી જ રીતે ભોરારા ગામની મિલકત વેચાઈ ગઈ હોવા છતા ધર્મેન્દ્ર જેસરનાપત્નીના નામે હજુ સુધી કેમ બોલી રહી છે તે અંગે તંત્ર એ તપાસ કરવી જોઈએ જોકે સત્તાના તમામ સ્તરે જયારે ભાજપ હોય અને સરપંચ પણ ભાજપનાં કાર્યકર હોય તેવી સ્થિતિમાં તંત્ર તલસ્પર્શી તપાસ કરે તેવી અપેક્ષા રાખવી પણ કદાચ મુર્ખામી ગણાય એ કદાચ અરજદાર નહિ જાણતા હોય.