Home Current સફેદરણનું સૌંદર્ય અદ્દભુત – કચ્છના બીએસએફના જવાનોને રણોત્સવમાં સામેલ કરવાનું સૂચન કરતા...

સફેદરણનું સૌંદર્ય અદ્દભુત – કચ્છના બીએસએફના જવાનોને રણોત્સવમાં સામેલ કરવાનું સૂચન કરતા વૈકૈંયા નાયડુએ કર્યું ગુજરાતીમાં ભાષણ

975
SHARE
આમ તો રણોત્સવનો પ્રારંભ નવેમ્બરથી થઈ ગયો છે, પણ ગઈકાલે રવિવાર ૧૫ ડિસેમ્બરથી ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ વિધિવત રીતે રણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. કચ્છના સફેદરણના કુદરતી સૌંદર્યને અદભુત ગણાવતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આજે દેશ વિદેશથી પ્રવાસીઓ સફેદરણ નિહાળવા આવી રહ્યા છે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે પ્રવાસન વિકસિત થતાં સરહદી વિસ્તારમાં રહેતા અહીંના ગ્રામીણ લોકો વિકાસ સાથે જોડાયા છે હવે, અહીં ફરજ બજાવતા બીએસએફના જવાનોને પણ રણોત્સવ સાથે સાંકળી લેવા ઉપરષ્ટ્રપતિ શ્રી વૈકૈંયાજીએ સૂચન કર્યું હતું આમ તો દક્ષિણ ભારતીય વૈકૈંયાજીએ શરૂઆતમાં ગુજરાતીમાં ભાષણ કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા ત્યારબાદ હિન્દી અને વચ્ચે વચ્ચે અંગ્રેજીમાં પણ તેમણે પોતાનું વક્તવ્ય આપ્યું હતું સફેદરણમાં ઉભા કરાયેલા મંચ ઉપર કચ્છના સફેદરણથી માંડીને કચ્છ, ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને આવરી લેતા ગીત, સંગીત અને લોકકલા સંસ્કૃતિના કાર્યક્રમને નિહાળતાં ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુએ જણાવ્યું હતું કે, ગુજરાત એ ભારતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહર છે ગાંધી અને સરદારની ગુજરાતની ભૂમિ એ દેશની તીર્થભૂમિ છે, દેશની સ્વતંત્રતામાં ગુજરાતનું મહત્વનું યોગદાન છે વિશ્વભરને એકતાનો સંદેશ આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી આશ્રમ, કોચરબ જેવા ઐતિહાસિક સ્થળો ગુજરાતમાં છે ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ ધોરડો ગામની ગ્રામ સમિતિ દ્વારા ચલાવાતા ગેટ વે ઓફ રણ રિસોર્ટની મુલાકાત લીધી હતી સફેદરણમા ટેન્ટ સિટીના પરિસર નજીક સ્ટેટ ઇન્સ્ટીટયુટ ઓફ હોટલ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા ઉભા કરાયેલા પેવેલીયનની મુલાકાત લઈ ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘ટુરિઝમ વિઝન ૨૦૨૦-૨૫ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું વિદેશ પ્રવાસ કરતા પ્રવાસીઓ તેમના વિદેશ પ્રવાસની સાથે સાથે એક વાર આપણા દેશના પ્રવાસન સ્થળોને પણ નિહાળે એવી અપીલ કરતાં ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, મેં પ્રથમ જ વાર સફેદરણ જોયું ખરેખર આ સ્થળ અદ્દભુત છે સફેદરણમાં કેમલ સફારીની મોજ માણ્યા પછી તેઓ બરફની ચાદર જેવા કુદરતી સૌંદર્યથી સભર સફેદ મીઠાથી આચ્છાદિત સફેદરણમાં પગપાળા ચાલ્યા હતા અને સૂર્યાસ્તનો અદ્દભુત નઝારો માણ્યો હતો ઉપરાષ્ટ્રપતિ વૈકૈયાજીની ઉપસ્થિતિમાં ગુજરાતના જાણીતા કલાકારો શ્યામ મુનશી, શ્યામલ મુનશી, આરતી મુનશી દ્વારા સફેદરણ અને ગુજરાતની કલા સંસ્કૃતિને ઉજાગર કરતું ખાસ ગીત રજૂ કરાયું હતું રાત્રિ રોકાણ પૂર્વે ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુએ રાત્રિ ભોજનમાં કચ્છી કાઠિયાવાડી વ્યંજનો સાથે ગુજરાતી મીઠાઈઓનો સ્વાદ માણ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રણોત્સવ એ ગુજરાતના પ્રવાસનનું ઘરેણુ છે ૨૦૧૯નો આ રણોત્સવ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી ચાલશે ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયાજીના આ પ્રવાસ દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ વિનોદ ચાવડા, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, રાજયકક્ષાના પ્રવાસન મંત્રી વાસણભાઈ આહીર ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા,નીમાબેન આચાર્ય,માલતીબેન મહેશ્વરી તથા પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાથે રહયા હતા.