પ્રવાસન હબ બનેલું ધોરડો આમતો વિશ્ર્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર છે પરંતુ છેલ્લા 1 વર્ષમાં બનેલી આગની 3 ઘટના બાદ પ્રવાસીઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થયા છે અત્યાર સુધી કોઇ જાનહાની આવી આગની ઘટનામાં બની નથી પરંતુ આવી ઘટના સમયે પુરતા ફાયર સેફ્ટીના સાધનો ન હોવાની પ્રવાસીઓની ફરીયાદ ઉઠતી રહી છે અને આવુજ થયુ છે. આજની આગની ઘટનામાં આજે વહેલી સવારે બ્રેકફાસ્ટ ટાઇમ પર ટેન્ટસીટીના એક ભુંગામાં આગ લાગી હતી અને જોતજોતામાં 4 જેટલા ટેન્ટ બળીને ખાખ થઇ ગયા હતા હજુ રણ ઉત્સવનો પ્રારંભ પણ થયો ન હતો ત્યારે પણ આગ લાગવાની ઘટના બની હતી જો કે આ આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી પરંતુ પ્રવાસીઓનો કિંમતી સામાન બળી ગયો હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે.
શુ ખરેખર ફાયર સેફ્ટીના પુરતા સાધનો છે પ્રવાસીઓની સુરક્ષા માટે.?
છેલ્લા 2 રણ ઉત્સવની વાત કરીએ તો આગ લાગવાની 3જી ઘટના બની છે જેમાં કોઇ જાનહાની થઇ નથી પરંતુ જો મુસાફરોની હાજરી ટેન્ટમાં હોત તો ચોક્કસ કોઇ મોટી દુર્ધટના બની હોત આજે લાગેલી આગમાં 1 ટેન્ટમાં હીટરથી આગ લાગ્યા બાદ બાજુમાં આવેલા અન્ય ટેન્ટમાં આગ લાગી હતી જેના પર કાબુ મેળવાયો હતો જો કે સોશીયલ મીડીયામાં આ અંગેના વિડીયો વાયરલ થયા હતા જેમાં મુસાફરો ચોક્કસથી નારાજગી સાથે પોતાના પરિવારની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા નઝરે પડયા હતા અને સાથે સાથે ફાયર સેફ્ટીના અપુરતા સાધનો અંગે પણ મુસાફરે જણાવ્યું કે આગની જાણ કર્યા બાદ મોડ મોડે ફાયર ફાઇટરો પહોચ્યા હતા.
કલેકટરના આદેશનુ પાલન ખરેખર થાય છે. ?
કલેકટરે રણ ઉત્સવના પ્રારંભે જ બેઠકમાં ખાનગી ટેન્ટસીટીનુ સંચાલન કરતા લાલુજી એન્ડ સન્સને પુરતા સેફટીના સાધનો ઉપલબ્ધ રાખવા આદેશ કર્યા હતા પરંતુ આજે લાગેલી આગની ઘટના પછી પ્રવાસીઓમાં ક્યાકને ક્યાક કચવાટ જોવા મળ્યો હતો કેમકે ઉંચી કિંમત ચુકવ્યા બાદ પણ જો સુરક્ષા મુદ્દે ખાનગી કંપની લાલુજી એન્ડ સન્સ ગંભીર ન હોય તો પ્રવાસીઓની સુરક્ષાનુ શું? આજે જ્યારે ટેન્ટસીટીના સંચાલકો સાથે આ અંગે વાત થઇ ત્યારે તેઓએ પુરતો બંદોબસ્ત હોવાનુ કહી સબસલામતીના દાવા કર્યા હતા પરંતુ વાયરલ વિડીયો અને તેમાં મુસાફરોની ફરીયાદ અને સંવોદોએ ફાયર સેફ્ટીની સુવિદ્યાની પોલ ખોલી નાંખી ત્યારે કલેકટરના આદેશનુ અને મુસાફરોની સુરક્ષાના નિયમોનુ પાલન થાય તે જરૂરી છે.
રણ ઉત્સવના પ્રારંભથીજ મુસાફરોમાં આયોજન અંગે કચવાટ હતો કેમકે સફેદરણ તૈયાર ન હોવા છંતા રણ ઉત્સવનો પ્રારંભ કરી દેવાયો હતો જોકે ટેન્ટસીટીની મુસાફરોએ મજા માણી હતી પરંતુ સફેદરણ જોવા ન મળતા નિરાશ થયા હતા આંકડાઓ પણ દર્શાવે છે કે ગત વર્ષ કરતા ઓછા પ્રવાસીઓની હાજરી ચાલુ વર્ષે રણ ઉત્સવમાં દેખાઇ છે તેમા આ આગની ઘટના બનતા મુસાફરોમા ડર ફેલાયો છે અને પ્રવાસીઓની માંગ છે કે ફાયરસેફટી જેવી સુવિદ્યા વધુ મજબુત કરવામાં આવે તો સરકાર અને તંત્ર પણ તેની કડક અમલવારી કરાવે એ સમયની માંગ છે.