Home Current કચ્છમાં કોરોનાની કડકાઈ વચ્ચે સેવાની સરવાણી પણ યથાવત, 176 વાહન ડીટેઇન કરાયા...

કચ્છમાં કોરોનાની કડકાઈ વચ્ચે સેવાની સરવાણી પણ યથાવત, 176 વાહન ડીટેઇન કરાયા તો કયાંક ફૂડ પેકેટ-રાશન કીટ અપાઈ

832
SHARE
ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ગાંધીધામ 21 દિવસનાં લોકડાઉનનાં ચોથા દિવસે પણ કચ્છમાં પૂર્વ અને પશ્ચિમ પોલીસ બેડા દ્વારા કડકાઇથી લોકડાઉનનો અમલ કરાવવામાં આવ્યો હતો જેને પગલે બન્ને વિભાગમાં 11 FIR દાખલ કરવામાં આવી હતી અને 176 વાહનને ડીટેઇન કરવામાં આવ્યા હતા જો કે કાયદાના કડક અમલ વચ્ચે પોલીસે તેની સેવાની સરવાણી પણ યથાવત રાખી હતી ફૂડ પેકેટથી માંડીને સિનિયર સિટીઝનને મદદ કરવા ઉપરાંત એક સપ્તાહ સુધી ચાલે તેવી રાશન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભ તોલંબિયાનાં જણાવ્યા પ્રમાણે, આજે શનિવારે લોકડાઉનનાં અમલનો ભંગ કરવા બદલ પાંચ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ભુજમાં પેરિસ બેકરીની અંદર 14 માણસોને ભેગા કરવામાં આવતા ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી પશ્ચિમ કચ્છમાં પોલિસે પરવાનગી વિના રખડતા લોકો સામે પણ એક્શન લઈને 100 વાહનોને જપ્ત કર્યા હતા.
લોકડાઉનનાં કડક અમલ માટે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા તો આજે શનિવારે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ગાંધીધામનાં એસપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું પૂર્વ કચ્છ વિભાગમાં લોકડાઉનનાં અમલના ભંગ બદલ છ ફરિયાદ દાખલ કરવાની સાથે 76 વાહનને ડીટેઇન કર્યા હોવાનું પણ પોલીસ અધિક્ષક રાઠોડે ઉમેર્યું હતું.
કાયદાના કડક અમલની સાથે સાથે સાથે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આજે પણ વરિષ્ઠ નાગરિકોને સહાય પહોંચાડવાનું યથાવત રાખવામાં આવ્યું હતું આ ઉપરાંત ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હોવાનું IPS સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું આવી જ રીતે પૂર્વ કચ્છમાં પણ જરૂરિયાતવાળા 700થી વધુ લોકોને રોજબરોજની જરૂરિયાતવાળી રાશન કીટ આપવામાં આવી હોવાનું પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠાડે જણાવ્યું હતું.