ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ભુજ
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ કોવીડ -19 થી વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે ત્યારે કચ્છમાં છેલ્લા બે દિવસ દરમિયાન અંદાજે બે હજાર લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે જેમાં સદભાગ્યે એક પણ કેસ પોઝીટીવ આવ્યો નથી
ભારત દેશના તમામ રાજ્યોમાં લોકડાઉન કરી આ મહામારીનો રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સીમાવર્તી કચ્છ જિલ્લાના કલેક્ટર પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શન અને સૂચના અનુસાર કોવીડ -19 કોરોના વાયરસ જિલ્લામાં વધુ ન ફેલાય તે માટે કચ્છનાં ભુજ ઉપરાંત કંડલા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સ્થળોએ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે ગઈકાલ થી આજ સુધીમાં કુલ 1939 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું
જિલ્લા માહિતી ખાતા દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે, કચ્છ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 31,204 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે આ ઉપરાંત કુલ 17 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 1 કેસ પોઝિટિવ આવ્યો હતો જેની સારવાર સરકારી હોસ્પિટલમાં થઈ રહી છે બાકીના 16 જેટલા સેમ્પલો નેગેટિવ આવ્યા હોવાની વિગત પણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.