Home Current વેસ્ટ ડબ્બામાંથી બનેલા પક્ષીઘરનો કન્સેપ્ટ કચ્છમાં ખુબ ચાલ્યો અનેક સંસ્થા જીવદયા માટે...

વેસ્ટ ડબ્બામાંથી બનેલા પક્ષીઘરનો કન્સેપ્ટ કચ્છમાં ખુબ ચાલ્યો અનેક સંસ્થા જીવદયા માટે આવી આગળ

303
SHARE
આમતો કચ્છમાં અનેક એવી સંસ્થા છે જે જીવદયા માટે કામ કરે છે તેમાંય માનવજ્યોત જેવી સંસ્થા લાંબા સમયથી પક્ષીઓ માટે ચણ, સુંદર ઘર અને પાણીના કુંડા તૈયાર કરી જીવદયાનું કામ કરી રહી છે. જો કે સોશ્યિલ મિડીયામાં આજકાલ તેલના ભંગાર ડબ્બામાંથી પક્ષીના પાણી અને ચણ માટે તૈયાર કરાયેલ એક સુંદર વ્યવસ્થાની ખુબ ચર્ચા છે. અંજારના ત્રિક્રમદાસજી મહારાજ હોય કે પછી અન્ય સંસ્થા આવા ડબ્બા તૈયાર કરી વેસ્ટ માંથી બેસ્ટ એવા વિચારનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભુજમાં માં ભારતી ચેરીટેબલ ટ્રસ્ટે પણ આ પ્રેરણાદાયી પ્રયાસથી લોકો ઘરમાં પક્ષીઓ માટે આવા ડબ્બા રાખે તે માટે નિશુલ્ક વિતરણનુ બિડુ ઝડપ્યુ છે માં ભારતી ચેરીટેબલ ટ્રસ્ટનાજ એક કાર્યક્રર ભરત સોંલકીએ આવા ડબ્બા તૈયાર કરવાનો નિર્ધાર કર્યો હતો અને ત્યાર બાદ ટ્રસ્ટના અગ્રણી મનિષ બારોટની અધ્યક્ષતામાં સંસ્થાએ શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થા અને જીવદયાપ્રેમીઓને આ ડબા અર્પણ કર્યા હતા.

હવે ડબ્બા ભંગારમાં નહી આવા સદ્દઉપયોગ માટે આપજો

અંજાર,ભુજ સહિત અનેક વિસ્તારોમાં અત્યારે આ પ્રકારના વેસ્ટમાંથી બેસ્ટ પક્ષી ઉપયોગી વિશેષ ડબ્બાની માંગ છે વચ્ચે પાણી અને ચાર તરફ અલગ-અલગ પ્રકારના ચણ રાખવાની વ્યવસ્થા હોવાથી પક્ષીપ્રેમીઓને પણ આ કન્સેપ્ટ ખુબ પંસદ આવ્યો છે ત્યારે સંસ્થાએ જરૂરીયાતમંદ લોકો જવાબદારી સાથે આવા ડબ્બા ભુજ પુરતા નિશુલ્ક મેળવી શકે છે તેવી વાત કરવા સાથે લોકોને પણ અપિલ કરી છે કે ઘરમાં તેલના વેસ્ટ ડબ્બા હવે ભંગારમાં નહી પરંતુ જીવદયાના આવ સુંદર કાર્ય માટે આપે તો આવી કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ શકે તેમ છે. તો સંસ્થાના પ્રયાસ પછી ઘણા જીવદયા પ્રેમીઓએ ખાલી ડબ્બા આપી જીવદયા કાર્યમાં સહયોગ આપ્યો હતો સંસ્થાના ઉંમગ રાઠોડ,વિવેક યાદવ,જયસિંહ પરમાર,જીગર નાકર તથા પ્રિન્સ સોંલકી સહિતના કાર્યક્રરો આ સેવા કાર્યમાં જોડાયા હતા અને સત્યમ,લોક સેવા સાર્વજનીક ટ્રસ્ટ સહિતની સંસ્થાને નિશુલ્ક વિતરણ કરાયુ હતુ.ડબ્બામાથી બનતા આવા સુંદર મોડલને લોકો પંસદ કરી રહ્યા છે ત્યારે માં ભારતી ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થાએ પણ તેના માધ્યમથી પક્ષી સેવાનું બીડુ ઝડપ્યુ છે જેમાંથી પ્રેરણા લઇ અન્ય લોકો પણ આગળ આવશે તેવી આશા છે.