Home Current નર્મદા મુદ્દે વળી તારાચંદ છેડાના આકરા તેવર!ફરી રૂપાણી સરકાર પર પત્રથી પ્રહાર

નર્મદા મુદ્દે વળી તારાચંદ છેડાના આકરા તેવર!ફરી રૂપાણી સરકાર પર પત્રથી પ્રહાર

1273
SHARE
કોરોનાની મહામારી વચ્ચે પણ કચ્છમાં ભાજપનુ આંતરીક ગ્રુહયુધ્ધ ચાલુ જ નહી ચરમસીમાં પર છે. હોદ્દામાં ન હોવા છંતા કચ્છના કેટલાક લોકોના પ્રભારી હોય તેવા તેવરથી આમ કાર્યક્રરથી લઇ ભાજપના મોટા નેતાઓ પણ નારાજ છે ત્યાં નર્મદા મુદ્દે તારાચંદ છેડાએ સીધા રૂપાણી સરકાર પર વાર શરૂ કર્યા છે. રાજકીય ઇચ્છાશક્તિના અભાવે નર્મદાનુ કામ ન થતુ હોવાનુ કહી વડાપ્રધાનને પત્ર લખ્યા બાદ કચ્છ ભાજપ જ નહી ગાંધીનગર સુધી તારાચંદ છેડાના પત્રએ અનેકના છેડા હલાવી નાંખ્યા હતા જો કે બે દિવસ બાદ રાજકીય ઇચ્છાશક્તિના અભાવનો દોષ અધિકારીઓ પર ઢોળાતા તારાચંદ છેડાના સ્ટેન્ડ અંગે લોકોએ સવાલો ઉભા કર્યા હતા અને તારાચંદ છેડાએ યુ-ટર્ન લીધો હોવાનુ ચિત્ર સ્પષ્ટ થયુ હતુ જો કે આજે ફરી તારાચંદ છેડાએ એક પ્રેસયાદી બહાર પાડી છે અને તેમાં યુ ટર્નની વાતને રદીયો આપવા સાથે ફરી રૂપાણી સરકારને આડેહાથ લીધી છે.

કેમ ગુજરાત સરકાર નહી? વડાપ્રધાન પર મદાર

આમતો સીધી રીતે પત્રમાં ક્યાંય વર્તમાન ભાજપની રૂપાણી સરકારના નિષ્ફળ શાસનની વાત નથી પરંતુ પહેલા રાજકીય ઇચ્છાશક્તિના અભાવની વાત અને ત્યાર બાદ ધીમા કામ માટે અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળયા પછી આજે ફરી જ્યારે તારાચંદ છેડાએ મિડીયા યાદી આપી છે તેમાં પણ વડાપ્રધાન યોગ્ય કરશે તેવી વાત કરી છે તો ન માત્ર નર્મદા પરંતુ ભુજોડી ઓવરબ્રીજ,વરસાણા-ખાવડા રોડ આ તમામ કામોમાં વિલંબની વાત તેઓએ મુકી છે જેનો સીધો અર્થ એવો થાય છે કે અધિકારીઓની આડમાં તેઓએ રૂપાણી સરકારને પણ આડેહાથ લીધી છે આનંદીબેન સરકારના ટુંકાગાળામાં નર્મદાના થયેલા કામ અને 1200 કરોડની ફાળવણી છંતા કામમાં વિલંબની તુલના તેઓએ પત્રમાં કરી છે જો કે તેમનું સીધું નિશાન કોના પર છે તે તારાચંદ છેડાજ જાણે છે.

હવે શુ આરપારની લડાઇ નર્મદે સર્વેદે

અગાઉ લખાયેલા પત્રમાં ભારે વિવાદ થયો હતો અને કચ્છના અન્ય તમામ ધારાસભ્યોએ રાજ્ય સરકારની વાહવાહી કરી તારાચંદ છેડાના નિવેદનથી અંતર બનાવી લીધુ હતુ પરંતુ આજે ભુજોડી ઓવરબ્રીજ અને વરસાણા-ખાવડા રોડનો કામમાં વિલંબનો ઉલ્લેખ કરી તારાચંદ છેડાએ અન્ય ધારાસભ્યોને પણ પોતાના રાજકીય અનુભવનો પરચો આપ્યો છે આજે જાહેર કરેલી તેમની યાદી પરથી તેઓ સ્પષ્ટ છે કે હવે તારાચંદ છેડા સ્ટેન્ડ નહી બદલે કે નહી મારે યુ ટર્ન હવે જ્યા સુધી નર્મદે સર્વ દે અને કચ્છને ગૌરવ દે તેવુ અંતીમ વાક્ય તેમના પત્રનુ ધણુ કહી જાય છે.
આમતો માધ્યમો આજકાલ બદનામ છે અને ઘણા લોકોની એવી ફરીયાદ હોય છે ખાસ કરીને રાજકીય નેતાઓની કે વાતને ટ્વીસ્ટ કરી ઇસ્યુ બનાવવામાં આવે છે પરંતુ મુદ્દો અહી નર્મદાનો છે એટલે તારાચંદ છેડાના તમામ પત્રો અહી મુકવામાં આવ્યા છે જે વાંચ્યા બાદ પ્રજા જ નક્કી કરે કે ખરેખર લડાઇ શેની છે નિશાના પર કોણ છે ? જો કે એક વાત સ્પષ્ટ છે કે અનુભવ અને કદને જોતા તારાંચદ છેડાની લડાઇનુ કાઇક સારુ પરિણામ ચોક્કસ મળે તેવી આશા કચ્છમાં બંધાઇ છે.