કોરોના મહામારી વચ્ચે રાજકીય પાર્ટીના કાર્યક્રરો અને આગેવાનો છડેચોક સરકારના નિયમોના ઉલ્લધંન કરતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હા નિયમોના ભંગ બદલ કાર્યવાહીના બેવડા ચોક્કસ આવી ઘટનામાં જોવા મળ્યા છે. પરંતુ વાત કચ્છના પરિપેક્ષમાં કરવી છે. કચ્છમાં પણ ભાજપના ચુંટાયેલા પ્રતિનીધીઓએ અનેકવાર જાહેરનામાં ઉલ્લધન કર્યા હોય તેવા ફોટો વિડીયો વાયરલ થયા છે. પરંતુ કાર્યવાહી શુન્ય…આવાજ એક કિસ્સામાં કોરોના જાગૃતિ અંગેના મંત્રી વાસણ આહિરના પુત્રનો દેખાડો એક દિવસમાંજ ખુલ્લો પડી ગયો છે. કેમકે મંત્રી વાસણ આહિરના જન્મદિવસ નિમીતે જાગૃતિ સાથે કોરોના મહામારી અટકે તે માટે પુત્ર નવગણ આહિરે માસ્ક વિતરણનો કાર્યક્રમ કર્યો અને આજે રાજ્યકક્ષાના મંત્રી જવાહર ચાવડા સાથે શુભેચ્છા મુલાકાત વખતે નવગણ આહિર અને ખુદ મંત્રી વાસણભાઇ આહિર માસ્ક વગર દેખાયા અને નવાઇ વચ્ચે અથવા ઉત્સાહના ઉન્માદમાં ખુદ નવગણ આહિરે આ ફોટો સોસીયલ મિડીયામાં સેર કર્યો
સોસિયલ મીડીયાએ જ ખોલી દેખાડાની પોલ
હજુ થોડા દિવસ પહેલા જ મંત્રી વાસણભાઇ આહિરના ટ્વીટર એકાઉન્ટને બ્લુટીક મળતા વાસણ આહિરના પુત્રએ તેમને શુભેચ્છા આપી હતી જે મામલે તેમની આ પોસ્ટ ટ્રોલ થઇ હતી. તેવામાં ગઇકાલે તેમના જન્મદિવસ નિમીતે લીગ્નાઇટ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ નવગણ આહિરે માસ્ક વિતરણ કરી જાગૃતિ સંદેશો આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ આજે જ્યારે રાજ્ય પ્રવાસન મંત્રી જ્યારે કચ્છની બે દિવસની મુલાકાતે છે. ત્યારે તેમની શુભેચ્છા મુલાકાત વખતે સોસીયલ ડીસટન્સના અભાવ સાથે મંત્રી વાસણભાઇ આહિર અને તેમનો પુત્ર નવગણ આહિર માસ્ક વગર દેખાયા તો દુરથી રામ-રામના બદલે હસ્તધુન કરતા પણ નઝરે પડ્યા તેમના આ દેખાડાના બન્ને ફોટો સોસીયલ મિડીયા થકી સામે આવ્યા હતા.
અબડાસાના ચુંટણી પ્રચારથી લઇ સરકારી અને જાહેર કાર્યક્રમોમાં નિયમોને નેવે મુકતા આવા અનેક ફોટો વિડીયો વાયરલ થયા છે. પરંતુ જ્યારે કેબીનેટ મંત્રી જવાહર ચાવડા માસ્ક સાથે હોય અને સામે મંત્રી વાસણ આહિર અને તેમનો પુત્ર માસ્ક વગર ઉન્માદમાં મુલાકાત કરે ત્યારે ગઇકાલનો મંત્રીના જન્મદિવસનો માસ્ક વિતરણ અને જાગૃતિનો કાર્યક્રમ દેખાડા માટે હોય તેવુ સ્પષ્ટ માની શકાય