Home Current કચ્છમાં કોરોનાની મહામારીનુ વાસ્તવિક ચિત્ર જુદુ છે. ગંભીર સ્થિતી પહેલા સરકાર એકશન...

કચ્છમાં કોરોનાની મહામારીનુ વાસ્તવિક ચિત્ર જુદુ છે. ગંભીર સ્થિતી પહેલા સરકાર એકશન લે

2077
SHARE

કોરનાની મહામારીમાં નાના-મોટા છબરડાઓ અને આંકડાકીય માહિતીમાં વિસંગતતાને લઇ કચ્છનુ સ્થાનીક તંત્ર અનેકવાર ચર્ચામાં રહ્યુ છે. પરંતુ પાછલા દિવસોમાં રાજ્યની સાથે કચ્છમાં જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે. તે સાથે જ હોસ્પિટલમાં સુવિદ્યાના પોકડ દાવાઓ હવે ખુલ્લા પડી રહ્યા છે. ખાસ કરીને અદાણી સંચાલતી જનરલ હોસ્પિટલમાં અપુરતી સુવિદ્યાનો મુદ્દો ચર્ચામાં છે. કોગ્રેસના નેતાઓએ જાહેરમાં અદાણી સંચાલન સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ત્યારે રાજકીય પાર્ટીના આક્ષેપ સાથે દર્દીઓની અંદર કેવી સ્થિતી હોય છે. તે જાણવા માટે ન્યુઝ4કચ્છ પ્રયાસ કર્યો છે. જેમાં દર્દીઓના ભાગવાથી લઇ ખરેખર કોરોના વોરીયર્સ દર્દીઓની કેટલી મદદે આવે છે તે જાણવાના પ્રયાસ સાથે તંત્રએ ઉભી કરેલી વ્યવસામાં અનેક ખામીઓ સામે આવી છે. જે ચિંતાજનક છે. અને સરકારે દરમ્યાનગીરી કરી સ્થાનીક તંત્ર અને હોસ્પિટલ સંચાલકોને ટકોર કરી સુધારવાની જરૂર છે.

શુ આમ જીતાશે કોરોના સામે જંગ ?

ગુજરાતમાં જ્યારે કેસોની સંખ્યા વધી રહી હતી. ત્યારે કચ્છમાં સામાન્ય કહી શકાય તેટલાજ કેસો પોઝીટીવ આવ્યા હતા પરંતુ કચ્છના તંત્રની અણઆવડતથી કચ્છમાં મુંબઇ અને ગુજરાત બહારથી અનેક લોકો આવ્યા જેનુ યોગ્ય સ્કેનીંગ ન થયુ અને કચ્છમાં કોરોના વધશે તેવી ચિંતા અનેક લોકોએ કરી પરંતુ ચેકપોસ્ટથી લઇ સ્થાનીક ગામમાં તંત્રએ અસરકારક કામગીરી ન કરી જો કે ત્યાર બાદ પણ સ્થિતી કાબુમા હતી પરંતુ હવે એક મહિનામાં કેસો ઝડપથી વધુ રહ્યા છે. પરંતુ સુવિદ્યાના નામે મીંડુ હોય તેવા અનેક બનાવો સામે આવી રહ્યા છે. જેમાં હોસ્પિટલમાં દર્દીઓની સારસંભાળનો અભાવ,અપુરતા વેન્ટીલેટર અને તાજેતરમાંજ શરૂ કરાયેલ ગડા ખાતેના સેન્ટરમાં સુવિદ્યાની ખામી આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં ભોગ બનનાર મીડીયા સમક્ષ સીધી રીતે કઇ બોલવા તૈયાર નથી. પરંતુ હોસ્પિટલમાં તેઓ મોતને જોઇ રહ્યા છે.

તંત્રના છબરડા અને લોકોની ફરીયાદની ઝલક
-કચ્છમાં પ્રથમ કોરોના દર્દી નોંધાયો ત્યારથી નામમાં ભુલ અનીયમીત રીતે આંકડાકીય વિગતો આપવા મામલે તંત્ર ચર્ચામાં રહ્યુ આરોગ્ય વિભાગ અને તંત્ર વચ્ચેના સંકલનના અભાવે ગાંધીનગર અને સોસિયલ મિડીયા સુધી પહોચી જતા આંકડાઓ મિડીયાને માંગવા છંતા તંત્ર આજે પણ અહમ રાખી આપતુ નથી.
-અબડાસાના પોઝીટીવ આવેલા પરિવારના અનેક સભ્યોને કોરોના પોઝીટીવ હોવાની વિગતો ખુદ ભોગ બનનારના પરિજને ઓડીયો રૂપે વાયરલ કરી પરંતુ તંત્રને જાણ હોવા છંતા તેના પરિવારના દરેક સભ્યોને યોગ્ય સમયે ન માર્ગદર્શન મળ્યુ કે ન જાણકારી
-ગાંધીધામના વેપારી આગેવાનના મોત બાદ તેના પરિવારે પણ અનેક સવાલો જાહેરમાં આવી ઉભા કર્યા જેમાં જીવનરક્ષક દવાઓ અને ઇન્જેકશનનો પુરતો સ્ટોક ન હોવા સાથે તંત્રની બેદરકારીથી તેના પરિવજનના મોતના આક્ષેપ કર્યા
-તાજેતરમાંજ ગળા પાટીયા પાસે તંત્રએ એક સેન્ટર ઉભુ કર્યુ છે. પરંતુ ત્યા ન ઓક્સીજનની સુવિદ્યા છે. કે નથી યોગ્ય સમય ખોરાક પાણી મળતુ દર્દીઓના સંબધીઓને ભોજન આપવા માટે પણ પ્રસાદ ચડાવવો પડે છે. બિન આરોગ્યપ્રદ ખોરાકથી તાજેરતમાંજ 5 લોકોને ફુડ પોઇઝનીંગની અસર થઇ હતી.
-કોરોના શંકાસ્પદ દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો અને તંત્રએ લાશ વચ્ચે તેને સુવડાવી દીધો આવોજ એક બનાવ ચાલુ સપ્તાહે બન્યો છે. જેમાં કોરેન્ટાઇન રહ્યા બાદ કોરોના લક્ષણો સાથે દર્દી અદાણી સંચાલીત હોસ્પિટલમાં ગયો પરંતુ તેજ દિવસે બે કોરોના દર્દીના મોત થયા હતા. અને પોઝીટીવ દર્દીને બે મૃત્દેહ વચ્ચે સુવડાવી દેવાયો
-ડોક્ટર અને અન્ય સ્ટાફની ઓછી મુલાકાત વચ્ચે કોરોના વોર્ડમાં દર્દીઓ અનેકવાર ફરીયાદ કે જરૂરીયાત માટે જ્યારે માંગ કરે છે. ત્યારે મહામહેનતે દર્દી સુધી તે પહોચે છે. જે વાસ્તવિકતા છે.

કોગ્રેસની માંગ આંકડાો જાહેર કરો અને સુવિદ્યા સુધારો

સરકારના ખર્ચે ઉભી થયેલી કચ્છની અન્ય ખાનગી હોસ્પિટલમાં અત્યારે સુવિદ્યા તો ઉભી કરી દેવાઇ છે. પરંતુ તે પુરતી નથી. તો બીજી તરફ અદાણી સંચાલીત હોસ્પિટલમાં પણ દવાઓના સ્ટોક સ્ટાફ સહિતના મુદ્દે કોગ્રેસના આગેવાન રવિન્દ્ર ત્રવાડીએ અદાણી મેનેજમેન્ટ કચ્છના સ્થાનીક તંત્ર સહિત મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પરંતુ અદાણી મેનેજમેન્ટ અને તંત્ર વાહવાઇ અને ઉભી કરેલી પોકડ સુવિદ્યાનીજ વાતો કરી રહ્યુ છે. પરંતુ ત્યા અંદર કેવી સ્થિતી છે. તે અંગે થોડા માહિતીગાર થાય તેવી માંગ સાથે કોરોના અંગે મળતી મીટીંગ તેની સુવિદ્યા અને આયોજન અંગે કોગ્રેસના અગ્રણીએ લેખીત માહિતી માંગી છે. જો કે કોરોનાના આવા પડકાર વચ્ચે હોસ્પિટલમાં કોરોના મહામારી પહેલા દર્દીઓને પડતી અગવડ મામલે કુદી પડતા આગેવાનો ક્યાક દેખાયા નથી. તે પણ વાસ્તવિક્તા છે.

આતો માત્ર ઔપચારીક રીતે સામે આવેલા ગંભીર મામલાઓની ટુંકી યાદી છે. પરંતુ વાસ્તવિક સ્થિતી થોડી વધુ ગંભીર હોવાનુ જાણકારો જણાવી રહ્યા છે. ત્યારે માત્ર કાગળ પર અને ઓફીસમાં બેસીને નહી પરંતુ જમીની હકીકત જાણી તંત્ર પ્લાન બનાવે તે જરૂરી છે. નહી તો અદાણી હોય કે અન્ય હોસ્પિટલ અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી મોતના મુખ સુધી ઘકેલાઇ જશે

નોંધ-ન્યુઝ4કચ્છ કોરોના વોરીયર્સ અને કામ કરતા લોકોને સલામ કરે છે. પરંતુ જો આપને પણ આવી કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય અગવળતા હોય તો ચોક્કસ ન્યુઝ4કચ્છ કોઇના દબાણમાં આવ્યા વગર સત્યને ઉજાગર કરશે