પહેલા રાઉન્ડમાં કચ્છમાં માંડવી,મુન્દ્રા,રાપર,અબડાસા નખત્રાણા સહિતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ પછી કચ્છમાં વરસાદે વિરામ લીધો હતો પરંતુ સમગ્ર રાજ્યમાં જ્યારે ભારે વરસાદની આગાહી છે. ત્યારે કચ્છમાં પણ 5 તારીખની રાત્રીથી ભારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદે બીજી ઇનીંગ શરૂ કરી છે. ત્યારે ગઇકાલે ભારે પવન સાથે પડેલા વરસાદ પછી આજે તારીખ 6 ના બપોર બાદ વરસાદે તોફાની બેટીંગ કરી છે. ખાસ કરીને મુન્દ્રા-માંડવી વિસ્તારમાં બપોરના બે વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો નાગમતી સહિત અનેક નાની મોટી નદીઓ અને તળાવોમાં નવા નીરની આવક પણ થઇ છે.
મુન્દ્રા-માંડવીમાં 20-20 ઇનીંગ
સમગ્ર કચ્છમાં ખેડુતો અને લોકો વરસાદની રાહ જોતા હતા. જુલાઇ ઓગસ્ટમાં પણ કચ્છમાં ગરમીથી લોકો ત્રસ્ત બન્યા હતા તેવામાં ગઇકાલ રાતથીજ ગાજવીજ સાથે પડી રહેલા વરસાદથી લોકોમાં સારા વરસાદની આશા હતી જે આજે બોપર બાદ પુર્ણ થઇ હતી. ખાસ કરીને મુન્દ્રા-માંડવી વિસ્તારમાં બે કલાકમાંજ અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં આ બે તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો અંજાર-ભચાઉ વિસ્તારમાં અને ગામડાઓમાં પણ વરસાદ પડતા ખેડુતોમાં ખુશી ફેલાઇ છે. ગઇકાલથીજ વરસાદનો તોફાની મીઝાજ જોવા મળ્યો હતો અને અનેક વિસ્તારોમાં ગાજ-વિજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જો કે થોડા વિરામ બાદ આજે 2 વાગ્ય બાદ ફરી વરસાદ વર્ષી રહ્યો છે. અને આગાહી મુજબ આગામી બે દિવસ સુધી મધ્યમ વરસાદ કચ્છમાં પડી શકે છે.
કચ્છમાં 10 ઓગસ્ટ સુધી વરસાદ ન પડત તો ખેડુતોના પાકને મોટુ નુકશાન જવાની ભીતી હતી. પરંતુ કચ્છમાં પર પણ હવે મેધો મન મુકીને વર્ષી રહ્યો છે. જો કે મુન્દ્રા માંડવી સિવાયના વિસ્તારોમાં સાર્વત્રીક વરસાદ છે પરંતુ કચ્છવાસીઓને હજુ વધુ વરસાદની આશા છે.