Home Current સુધરે એ કચ્છનુ તંત્ર નહી! વધુ એક છબરડા વાડી કોરોના યાદી જાહેર;...

સુધરે એ કચ્છનુ તંત્ર નહી! વધુ એક છબરડા વાડી કોરોના યાદી જાહેર; 22 પોઝીટીવ 3 મોતની કોઇ વિગતો નહી.

868
SHARE
કોરોના પોઝીટીવ કેસોની કચ્છમાં સંખ્યા વધવાની સાથે લોકોમાં ડર તંત્ર વચ્ચે સંકલનના અભાવનો પણ છે. કોરોના સામે લડવાની તૈયારીઓ વચ્ચે કચ્છમાં સંકલનનો અભાવ પણ જોવા મળી રહ્યા છે. જ્યા એક તરફ લોકો અલગ-અલગ માધ્યમોથી સાચી સ્થિતીનો તાગ મેળવી રહ્યા છે. ત્યા બીજી તરફ તંત્ર કચ્છનુ તંત્ર સચોટ કોરોના અંગેની માહિતી દેવામાં નિષ્ફળ રહ્યુ છે. જ્યા ગઇકાલ સહિત અગાઉ અનેકવાર તંત્રની યાદીમાં છબરડાઓ સામે આવ્યા છે. ત્યા સતત બીજા દિવસે તંત્રનો મોટો છબરડો અને અપુરતી માહિતી સાથેનો કોરોના ગ્રાફ રીપોર્ટ જાહેર થયો છે. કચ્છમાં આજે 22 પોઝીટીવ કેસો નોંધાયા હતા. જેમાં ગાંધીધામ-ભુજમાં 7-7 પોઝીટીવ કેસો સામે આવ્યા છે. તો અંજાર-04,માંડવી-02 અને ભચાઉમાં 2 પોઝીટીવ કેસો સાથે કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 706 પર પહોચી ગઇ છે.
આજેની યાદીમાં 3 મોત પરંતુ વિગતો નહી..
ગઇકાલે જ્યા ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતી મહિલાને પુરૂષ ગણવા સાથે તેને ગાંધીધામની દર્શાવાઇ હતી ત્યા આજે જાહેર થયેલી યાદીમાં 33 મોત દર્શાવાયા હતા પરંતુ વધુ 3 મોત કોના થયા તેની કોઇ વિગતો જાહેર કરાઇ ન હતી. ગઇકાલેની યાદીમાં તંત્રની યાદી મુજબ કુલ 30 મોત હતા આમ વધુ એક વાર તંત્રને છબરડો સામે આવ્યો છે. આજે કચ્છમાં 18 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. જો કે કચ્છમાં વકરી રહેલા પંજા વચ્ચે હજુ પણ 206 એક્ટીવ કેસો છે. અને દૈનીક 20થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. જો કે લોકોમાં ચર્ચા છે. કે તંત્ર આંકડા છુપાવે છે. અને વધુ કેસો સામે તંત્ર ચોક્કસ ગાઇડલાઇન મુજબ આંકડાઓ જાહેર કરે છે.
કચ્છની સાથે સમગ્ર ભારતમાં કોરોના પોતાનો પંજો વધુ મજબુત કરી રહ્યો છે. ત્યા કચ્છમાં તંત્ર આટલા સમયના અનુભવ પછી પણ ચોક્કસ યાદી બહાર પાડી શકતી નથી. હોસ્પિટલમાં અસુવિદ્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે તંત્ર સંકલન સાથે પ્રજાસેવક તરીકેની સાચી ફરજ બજાવે તે જરૂરી છે. કેમકે સહીયારા પ્રયાસોથી જ કોરોનાને નાથી સકાશે