Home Current ધ્વનીથી કોરોના નથી ફેલાતો! તેવુ સ્વીકારી તંત્રએ વિવાદ બાદ ભુજના એ શિવમંદિરને...

ધ્વનીથી કોરોના નથી ફેલાતો! તેવુ સ્વીકારી તંત્રએ વિવાદ બાદ ભુજના એ શિવમંદિરને મંજુરી આપી

953
SHARE
પ્રવિત્ર શ્રાવણ માસ દરમ્યાન મંદિરમાં માઇક ચાલુ રાખવા માટે કલેકટર શ્રી ના નિવાસ્થાન નજીક જ આવેલા દ્રિધામેશ્ર્વર મંદિરના પુજારીએ કરેલી અરજી મામલે હાસ્યાસ્પદ અને બિન તાર્કીક જવાબ સાથે મંજુરી ન આપવાના વાયરલ પત્ર મામલે અંતે તંત્રએ પોતાની ભુલ સ્વીકારી મંદિરને માઇક ચાલુ રાખવા માટે મંજુરી આપી દીધી છે. 17-07-2020 ના મંદિરના પુજારી હરેશગર ગુંસાઇએ આ મામલે મામલતદારને એક અરજી કરી હતી. જેમાં પ્રવિત્ર શ્રાવણ માસ દરમ્યાન મંદિરમાં માઇક ચાલુ રાખવા માટે મંજુરી મંગાઇ હતી. જો કે 10 તારીખે આ મામલે મામલતદાર કચેરીથી ખુલાસા સાથે મંજુરી રદ્દ કરાઇ હતી અને જેમાં મંજુરી ન આપવાના કારણ સંદર્ભે કોરોના મહામારી માઇકમાંથી નિકળતા ધ્વની દ્રારા પણ ફેલાય છે. તેવુ જણાવાયુ હતુ. ગઇકાલે સાંજે આ પત્ર વાયરલ થયો હતો. અને સવારથીજ પ્રાદેશીક ચેનલમાં આ વિવાદી પત્રના સમાચારો વહેતા થયા હતા ત્યાર બાદ અનેક વાતો વચ્ચે મોડે-મોડે તંત્રએ પોતાની ભુલ સુધારી હતી. અને મંદિરને માઇક ચાલુ રાખવાની મંજુરી અપાઇ હતી.
વિરોધ પછી તંત્રએ સુધારો કર્યો અવાજથી કોરોના નથી ફેલાતો
ભારે વિવાદ પછી આવો હુકમ કરનાર ભુજના મામલતદાર ઉંમર સુમરાએ સ્વીકાર્યુ હતુ. કે ટેકનીકલ ભુલના કારણે આવુ થયુ હતુ. જો કે તે પહેલા જાહેરમાં શિવભક્તો અને ભાજપ કોગ્રેસના નગરસેવકોએ પણ તંત્રની આ ભુલ સામે વિરોધ નોંધાવી તાત્કાલીક હાસ્યાસ્પદ કારણો સાથેની રદ્દ થયેલી મંજુરી ફરી અપાય તેવી માંગ કરી હતી જો કે મામલો કલેકટર સુધી પહોચ્યો હતો. અને મામલતદારે ત્યાર બાદ મીડીયાને માહિતી આપી ટેકનીકલ ભુલ થઇ હોવાનુ કહી માઇકમાંથી નિકળતા વિષાણુંથી કોરોના ફેલાતો નથી તેમ જણાવ્યુ હતુ અને મંદિરને મંજુરી અપાઇ હોવાનુ જણાવ્યુ હતુ. જો કે એ સિવાય કોઇ મંદિરની અરજી ન આવી હોવાનુ પણ તેઓએ ઉમેર્યુ હતુ. જો કે વિવાદ પછી પણ જીલ્લા કલેકટર કે અન્ય અધિકારીઓએ મિડીયાથી અંતર બનાવી કોઇ નિવેદન આપ્યુ ન હતુ અને છેલ્લે હુકમ કરનાર મામલતદારે જ ખુલાસો કરી મંજુરી અંગેની માહિતી મિડીયાને આપી હતી.
ન માની શકાય તેવી ભુલથી ભુજના આ મંદિર સાથેના વિવાદનો મામલો ગાંધીનગર સુધી પહોચ્યા હતા. જો કે ભુલ ને પારખી ગયેલા કચ્છના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલીક આ મામલે સુધારા સાથેનો હુકમ કરી મંદિરને માઇક શરૂ રાખવા મંજુરી આપતા વિવાદ શાંત થયો હતો. જો કે તે પહેલા હિન્દુ સંગઠનોએ સમગ્ર મામલે અલગ-અલગ રીતે પ્રતિક્રીયા આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને લડતની ચીમકી પણ ઉચ્ચારી હતી.