ભુજના પાલરધુના પાણીના ધોધમાં નાહ્વવા માટે પડ્યા બાદ ડુબી ગયેલા ભુજના યુવાનની લાશ અંતે 48 કલાકની જહેમત બાદ મળી છે. મુળ રાજસ્થાનના અને ધણા વર્ષોથી ભુજમાં સ્થાયી થયેલા કરણ ગૌતમ જોષી ઉં.23 આઠમના દિવસે પાલરધુના ગયો હતો અને નાહ્વા માટે પડ્યો હતો. જો કે 30 ફુટ ઉંડાઇ ધરાવતા ધોધમાં તે ડુબી ગયો હતો. જો કે સ્થાનીક ફાયર વિભાગ તરવૈયા, અને ગાંધીધામ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરે 1 દિવસ સુધી યુવાનની લાશને શોધવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. તો ભારે વરસાદની શક્યતાના પગલે ભુજ આવેલી એન.ડી.આર.એફની ટીમે પણ યુવાનની શોધખોળ માટે પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ સફળતા મળી ન હતી. અને એક સમયે કોસ્ટગાર્ડને પણ મદદ માટે બોલાવવા તંત્રએ કવાયત હાથ ધરી હતી જો કે આજે સવારે એન.ડી.આર.એફ ની ટીમને યુવાનના મૃત્દેહને શોધવામાં સફળતા મળી હતી. મંગવાણા સ્થાનીક ડોક્ટરોને સ્થળ પર બોલાવ્યા બાદ યુવાનના મૃત્દેહને ભુજ ખસેડાયો હતો. વરસાદ પડ્યા બાદ કુદરતી સૌદર્ય માણવા માટે જતા લોકો માટે આ કિસ્સો લાલબતી સમાન છે. અને ફરવા માટે જતા લોકો પાલરધુનામાં નાહ્વા માટે ન જાય તે ઇચ્છનીય છે. બે દિવસ સુધી સોસીયલ મીડીયામાં યુવાન ડુબી જવાનો કિસ્સો ખુબ ચર્ચામાં રહ્યો હતો.