પાણી તરસ્યા કચ્છમાં સારો વરસાદ આવે એટલે લોકો ઉન્માદમાં આવી જાય અને તેમાય તળાવ,ડેમ છલકાય ત્યારે નગરજનોનુ હૈયુ પણ છલકાય પરંતુ આજે ચુંટાયેલા પ્રતિનીધીઓના આજ ઉન્માદમાં એક યુવાને જીવ ખોયો આમતો કાયદાકીય રીતે આ મામલો અકસ્માત મોતનો છે. પરંતુ ધણી બધી એવી બાબતો છે જેમાં તંત્ર કાર્યવાહી કરી શકે છે. પરંતુ અફસોસ સરકાર તેના ચુંટાયેલા પ્રતિનીધીઓ સામે કચ્છનુ તંત્ર લાચાર હોય તેમ કાર્યવાહી આ મામલે પણ થશે નહી તેવુ લાગી રહ્યુ છે. પરંતુ આ ઉન્માદે આજે એક યુવાનનો જીવ લીધો તો આ મામલે રાજકારણ પણ શરૂ થઇ ગયુ છે. પરંતુ અહી પ્રશ્ર્ન એ છે. કે કોરોના મહામારી વચ્ચે પ્રજાકીય પ્રતિનીધીએ જો આવા તામજામ ન કર્યા હોત તો કદાચ યુવાનના મોતનુ કારણ ન બનત
નેતાઓને ભલે કોરોનાનો ભય ન હોય લોકોનુ તો ધ્યાન રાખો
સરકારે અનલોકની પ્રક્રિયા શરૂ કરી છે. પરંતુ હજુ ધણા નિયમો છે. જેનુ પાલન કરવાનુ છે. અને તેનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી પણ થઇ રહી છે. પરંતુ કદાચ આ નિયમ ભાજપના નેતાઓ માટે નહી હોય કેમકે અગાઉ અનેકવાર ચર્ચામાં રહ્યા પછી પણ માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને તેમની સાથે ભાજપના ચુંટાયેલા સભ્યો સરપંચ ધરમેન્દ્ર જેસર સહિતના અનેક લોકો માસ્ફ વગર ત્યા ફોટોમાં દેખાઇ રહ્યા છે. તો કોઇપણ પ્રકારની પુર્વ મંજુરી વગર આટલા લોકો કેમ અકઠા થયા તે અંગે પણ જાગૃત નાગરીકો અને સામજીક કાર્યકરોએ સવાલો ઉભા કર્યા છે. ત્યારે પ્રશ્ર્ન ચોક્કસ થાય કે કોરોનાની મહામારીમાં લોકોને જાગૃત કરવાનુ કામ ચુંટાયેલા પ્રતિનીધી ધારાસભ્યોનુ છે. પરંતુ અહી તો તેઓજ દરેક કાર્યક્રમમાં તેનો ભંગ કરી રહ્યા છે. આજે ભારે તામજામ સાથે તળાવ વધાવવાની વીધી પણ થઇ અને ન સોસીયલ ડીસટન્ટ જળવાયુ કે ન વધુ લોકો માસ્ક સાથે દેખાયા
તંત્રને આ કિસ્સામાં પણ શરમ નળશે કે શુ?
અગાઉ અનેકવાર ભાજપના ધારાસભ્ય અને મંત્રી કક્ષાના લોકોએ લોકડાઉન અને અનલોકડાઉન દરમ્યાન સરકારી ગાઇડલાઇનનો ભંગ કર્યો હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. પરંતુ રસ્તાઓથી લઇ લોકોના લગ્ન સુધી જઇ કાર્યવાહી કરનાર પોલિસ કે તંત્રએ આવા અનેક મામલામાં અત્યાર સુધી કોઇ કાર્યવાહી કરી નથી તે વાસ્તવિક્તા છે. પરંતુ આ મામલે હવે શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરતા કચ્છ કોગ્રેસ પણ મેદાને પડી છે. અને તંત્ર પાસે ન્યાયીક તપાસની માંગ સાથે કાર્યક્રમની મંજુરી હતી કે નહી અને યુવકના મોત મામલે વડતર ચુકવવા સુધીની માંગ કરી છે ત્યારે શુ તંત્ર આ મામલે કાર્યવાહી કરશે કે પછી અગાઉ જેમ આંખે પાટા બાધ્યા હતા તેમ આ કિસ્સામાં પણ કોઇ કાર્યવાહી નહી કરે જો કે આમ લોકોમાં ચોક્કસ ચર્ચા છે. કે સામાન્ય નાગરીકો સામે કાર્યવાહી થાય તો પછી મજબુત પુરાવાઓ હોવા છંતા તંત્ર કોની સરમ રાખી આવા નેતાઓ સામે કાર્યવાહી કરતુ નથી.
એક તરફ લોકો જ્યા લગ્ન અને મરણ પ્રસંગે કાયદાના ડર વચ્ચે નિયમોનુ પાલન કરી રહ્યા છે. આમ નાગરીકો કાયદાના ડર વચ્ચે રોજીંદા કામ કરી રહ્યા છે. તે વચ્ચે આ તસ્વીરોજ ધણુ કહી જાય છે. ત્યારે સત્તાથી ઉપરજઇ તંત્ર કાયદાનુ ભાન કરાવે તે લોકશાહીના હિતમાં છે.