મુન્દ્રાના જેરામસર તળાવમાં ગઇકાલે ભારે તામજામ અને કોઇપણ પ્રકારની પુર્વમંજુરી વગર આયોજીત થયેલા તળાવ વધાવવાના કાર્યક્રમ દરમ્યાન બનેલી દુર્ધટનાના બિજા દીવસે ડુબેલા યુવાનની લાશ મળી છે. ગઇકાલે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમનુ આયોજન થયુ હતુ. અને જેવુ સરપંચે નાળીયેર તળાવમાં ફેંક્યુ તે સાથે જ 23 વર્ષીય જાકીર કારા સહિતના તરવૈયા તળાવમાં નાળીયોર શોધવા માટે કુદયા હતા. જો કે મુળ જામનગરનો જાકીર તમામ લોકોની નઝર સમક્ષ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેની શોધખોળ શરૂ કરાઇ હતી અને ઇ.આર.સી ગાંધીધામ,સ્થાનીક તરવૈયા અને વિવિધ તંત્રની મદદથી લાંબા શોધખોળ બાદ 24 કલાક બાદ યુવાનની લાશ તળાવમાંથી મળી આવી હતી જેને પોસ્ટમાર્ટમ માટે મોકલી પોલિસે વધુ તપાસ હાધ ધરી છે
વહીવટી તંત્ર લેશે સરપંચનુ પુછાણુ
કોરોના મહામારી વચ્ચે લોકો એકઠા થવા પર મનાઇ છે છંતા પણ ઉન્માદમાં ભારે તામજામ સાથે આ કાર્યક્રમ આયોજીત કરાયો હતો જેને લઇ ગઇકાલે યુવાન ડુબ્યા બાદ રાજ્ય અને રાષ્ટ્રીય કોગ્રેસી નેતાઓએ આ ધટનાને વખોડી હતી. જો કે પોલિસે અત્યાર સુધી આ મામલે કોઇ કાર્યવાહી કરી નથી કે નથી જાહેરનામાં ભંગ અંગેની કોઇ કાર્યવાહી કરી નથી પરંતુ ભારે હોબાળો મચ્યા બાદ અને સોસીયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક વગરના નેતાઓની હાજરીને લઇ આ કાર્યક્રમ અંગે ભારે હોબાળો થતા હવે તંત્ર આ મામલે સરપંચનુ પુછાણુ લેશે તેવુ સુત્રોએ જણાવ્યુ છે. સરપંચે આયોજન અંગે અગાઉ પણ જાહેર આમત્રંણ આપ્યુ હોવાનુ પણ ચર્ચાય છે ત્યારે કાર્યવાહી તો નહી પરંતુ સમગ્ર મામલે તંત્ર સરપંચ ધમેન્દ્ર જેસરનુ પુછાણુ લેશે તેવુ સુત્રોમાંથી જાણવા મળી રહ્યા છે. જો કે હવે કાર્યવાહી શુ થાય તે જોવુ રહ્યુ
કચ્છમાં આમતો વરસાદી પાણીએ અનેકના જીવ લીધા છે. પરંતુ સરકારી ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કરી યુવકના મોતનુ કારણ બનનાર કાર્યક્રમની ચર્ચા છેક ગાંધીનગર સુધી છે. જો કે આમ નાગરીકો સાથે કાર્યવાહી કરતા તંત્રએ હજુ કોઇ કાર્યવાહી કરી નથી., પરંતુ 24 કલાક બાદ યુવકની લાશ મળી છે. અને હવે તંત્રએ દેખાવ ખાતર પણ સરપંચના પુછાણુ લેવાનુ નક્કી કર્યુ છે.