Home Current અસામાજીક પ્રવૃતી પર રોક માટે કરો એક ફોન પચ્છિમ કચ્છ પોલિસે જાહેર...

અસામાજીક પ્રવૃતી પર રોક માટે કરો એક ફોન પચ્છિમ કચ્છ પોલિસે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર..

948
SHARE
આમતો અસામાજીક કે શંકાસ્પદ પ્રવૃતિની માહિતી પોલિસને આપવા માટે 100 નંબર અને જીલ્લા કન્ટ્રોલરૂમ પર ફોન કરી લોકો માહિતી આપતા હોય છે. પરંતુ પોલિસ પ્રજાનો મિત્ર છે. અને પબ્લીકને સાથે રાખી અસામાજીક પ્રવૃતિ પર રોક લાગી શકે તે ઉદ્દેશ અને અભીગમ સાથે નવ નીયુક્ત પચ્છિમ કચ્છ પોલિસવડાએ કામગીરી શરૂ કરી છે. ત્યારે આજે પચ્છિમ કચ્છ પોલિસે વિભાગે હેલ્પલાઇન નંબર આમજનતા માટે જાહેર કર્યા છે. જેમાં લોકોને તેમની આસપાસ થતી અસામાજીક પ્રવૃતિ કે શંકાસ્પદ ગતીવીધીની માહિતી માટે અપિલ કરાઇ છે. જેના માટે હેલ્પલાઇન નંબર-9979923450 જાહેર કરાયા છે. પોલિસે માહિતી આપનારની વિગતો ગુપ્ત રાખવાની ખાતરી સાથે લોકોને સહયોગ આપવા અપિલ કરી છે.
અગાઉ રેન્જ આઇ.જી અને એસ.પીએ કર્યા હતા પ્રયાસો
પચ્છિમ કચ્છ પોલિસ દ્રારા આ અલગ અભીગમ સાથે અગાઉ પણ હેલ્પલાઇન શરૂ કરાઇ હતી. જેમાં પોલિસવડા મકરંદ ચૌહાણ તથા રેન્જ આઇ.જી શુભાષ ત્રિવેદ્રી દ્રારા પણ આવી હેલ્પલાઇ શરૂ કરાઇ હતી. જેથી પબ્લીક પણ પોલિસને ગુપ્ત માહિતી આપી શકે અને આસપાસ બનતી ધટનામાં જો પોલિસ મથકના અધિકારી કે કર્મચારીની મીઠી નઝર સામે કાર્યવાહી પણ થઇ શકે ત્યારે ફરી પચ્છિમ કચ્છ પોલિસે આ અભીગમ સાથે હેલ્પલાઇન શરૂ કરી છે.