કચ્છ જીલ્લા કોગ્રેસના પુર્વ પ્રમુખ અને મહેશ્ર્વરી સમાજના આગેવાન એવા નરેશ મહેશ્ર્વરીનુ ટુંકી માંદગી બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયુ છે. તેઓ છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી ફેંફસા બિમારી તથા અન્ય ઇન્ફેકશનલ બિમારીથી પિડાતા અમદાવાદ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જો કે છેલ્લા 4 દિવસથી તેમની તબીયત નાદુરસ્ત રહેતા તેઓ વેન્ટીલેટર પર હતા. અને આજે તેઓ નિધન પામ્યા છે. કોગ્રેસ સંગઠનને બેઠુ કરવામાં તેઓએ મહત્વની ભુમીકા ભજવી હતી. વર્તમાન લોકસભાની ચુંટણીમાં તેઓ કચ્છના સાંસદ સામે ચુંટણીજંગમા ઉતર્યા હતા પરંતુ હારનો સામનો કર્યા બાદ પ્રમુખ સ્થાને તેઓ રહ્યા ન હતા. તેમના મૃત્યુના સમાચારથી કચ્છ કોગ્રેસમાં ધેરા શોકની લાગણી ફેલાઇ છે. તો સમાજમાં પણ તેમનુ એક અલગ સ્થાન હતુ તેથી સમાજમાં પણ દુખની લાગણી ફેલાઇ છે. એન.એસ.યુ.આઇ અને યુથ કોગ્રેસથી કોગ્રેસમાં પોતાની કારકીર્દી શરૂ કરનાર નરેશ મહેશ્ર્વરીએ સંગઠન માટે ખુબ કામ કર્યુ છે. તો સમાજમાં પણ અનેક હોદ્દા પર તેઓ રહી ચુક્યા છે. માધાપર ગ્રામપંચાયતમાં પણ તેઓ હોદ્દેદાર રહી ચુક્યા છે. નરેશ મહેશ્ર્વરીના નિધનથી કોગ્રેસ અને સમાજને એક મોટી ખોટી પડી છે. કચ્છ કોગ્રેસના પ્રવક્તા સહિત કોગ્રેસના આગેવાનોએ મૃત્યુના સમાચારની પુષ્ઠી સાથે તેમના નિધનનુ દુખ વ્યક્ત કર્યુ હતુ.