Home Current કચ્છમાં વરસાદથી ફરી તોફાની બેટીંગ મુન્દ્રામાં 3 ઇંચ લખપત,અબાડાસા,ભુજ માંડવીમાં 2 ઇંચથી...

કચ્છમાં વરસાદથી ફરી તોફાની બેટીંગ મુન્દ્રામાં 3 ઇંચ લખપત,અબાડાસા,ભુજ માંડવીમાં 2 ઇંચથી વધુ

1460
SHARE
ભારે વરસાદની હવામાન વિભાગની 3 દિવસની આગાહી વચ્ચે કચ્છમાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી છે. ગતરાત્રીથીજ કચ્છના અલગ-અલગ તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઇ હતી અને સવારના 6 વાગ્યા સુધી ભુજ,માંડવી અને લખપતમાં સાર્વત્રીક બે ઇંચ જેટલો વરસાદ વર્ષી ગયો હતો. તો વહેલી સવારથી ભુજ,મુન્દ્રા,માંડવી અને ભચાઉ,અંજાર સહિત મોટાભાગના તાલુકાઓમાં વરસાદે તોફાની બેટીંગ કરી હતી. જેમાં મુન્દ્રામાં માત્ર બે કલાકમાંજ પોણા 3 ઇંચ જેટલો વરસાદ વર્ષી ગયો હતો. જેને લીધે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. મુન્દ્રામાં વધુ વરસાદ મુશ્કેલી સર્જી શકે છે. તો અબડાસાના તેરા,બીટ્ટા તથા આસપાસના ગામોમાં સાર્વત્રીક 3 ઇંચ વરસાદથી અનેક નદીઓમાં પાણીના નવા નીર આવ્યા હતા. તો નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડતા મથલ નદીમાં ધોડાપુર આવ્યુ હતુ માંડવી-મુન્દ્રા અને અબડાસામાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. કચ્છના અબડાાસ,ભુજ અને માંડવી મુન્દ્રા વિસ્તારમાં હજુ પણ વરસાદ ચાલુ છે. અને 3 દિવસની આગાહી મુજબ અગાઉ પડેલ વરસાદને ધ્યાને રાખતા હવે જો વધુ વરસાદ પડે તો ચોક્કસ મુશ્કેલી વધી શકે છે