કચ્છના વિવિધ વિસ્તારોમાં હાલ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની માહિતી અને વિવિધ નવી યોજનાના માર્ગદર્શન અંગે સરકારના ચુંટાયેલા પ્રતિનીધીઓ અને સરકારી તંત્ર દ્રારા કાર્યક્રમો આયોજીત થઇ રહ્યા છે. જે અતર્ગત આજે નખત્રાણામાં 3 તાલુકા મથકના ખેડુતો માટે સાંસદ,મંત્રી વાસણ આહિર અને વિવિધ સરકારી તંત્ર દ્રારા કાર્યક્રમ આયોજીત કરાયો હતો. જો કે નવાઇ વચ્ચે આજ કાર્યક્રમ પુરો થયો ત્યારે ખેડુતે પુછેલા એક પ્રશ્ર્નનો જવાબ આપવાને બદલે મંત્રી વાસણ આહિરે ચાલતી પકડી હતી. થોડા સમયમાંજ આ વિડીયો સોસીયલ મિડીયામાં વાયરલ થયો હતો અને મંત્રી વાસણ આહિર આ મામલે ટ્રોલ થયા હતા.
મંત્રી વાસણ આહિરે ખેડુતને સામે પ્રશ્ર્ન પુછી ચાલતી પકડી
મંત્રી વાસણ આહિરે ખેડુતને સામે પ્રશ્ર્ન પુછી ચાલતી પકડી
નખત્રાણા ખાતે ખેડુતોને માર્ગદર્શન માટે આયોજીત કાર્યક્રમ પુરો થયો ત્યારે કચ્છની વર્તમાન વરસાદની સ્થિતી ને લઇ એક ખેડુતે મંત્રી વાસણ આહિરને પ્રશ્ર્ન પુછ્યો અને કહ્યુ કે કયા અધિકારી વરસાદી નુકશાનીના ખેડુતનુ પેરામીટર નક્કી કરે છે. જે પ્રશ્ર્નના જવાબમાં મંત્રી વાસણ આહિરે ખેડુતને સામે પ્રશ્ર્ન પુછ્યો કોણ કરે છે અને ચાલતી પકડી એક તરફ કચ્છમાં વધુ વરસાદથી ખેડુતોને મોટુ નુકશાન ગયુ છે. જેના સર્વેની કામગીરી હજુ શરૂ પણ થઇ નથી કે નથી કોઇ સરકારી તંત્ર કે ચુંટાયેલા પદ્દાધીકારીએ પુછા કરી પરંતુ ખેડુત માર્ગદર્શનના કાર્યક્રમમાં જ ખેડુતને જવાબ ન આપી મંત્રી એ ચાલતી પકડતા અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે.
કચ્છમાં વિન્ડ એનર્જી કંપનીઓ દ્રારા ખેડુતોનો યોગ્ય વડતર ન આપવા સહિત અનેક અન્યાયના કિસ્સાઓ છે તો બીજી તરફ કુદરતી પ્રક્રોપ સામે લડતા ખેડુતોની પુછા કરવા વાડુ કોઇ નથી. તે વચ્ચે સરકારી યોજનાના લાભ માટે ખેડુતોની મદદે આવવાનો પ્રયાસ સરાહનીય છે. પરંતુ કચ્છથી સરકારનુ પ્રતિનીધીત્વ કરતા મંત્રી વાસણ આહિરે ખેડુત માર્ગદર્શન કાર્યક્રમમાંજ ખેડુત સાથે કરેલ વ્યવહાર કેટલો યોગ્ય છે એ હવે પ્રજાજ નક્કી કરે…