Home Special પચ્છિમ કચ્છના SP સૌરંભસિંગ ‘બાઇક’ પર પણ પેટ્રોલીંગ માટે નિકળી જાય છે....

પચ્છિમ કચ્છના SP સૌરંભસિંગ ‘બાઇક’ પર પણ પેટ્રોલીંગ માટે નિકળી જાય છે. જાણો રસપ્રદ વાતો

4876
SHARE
પોલિસ પ્રજાનો મિત્ર છે. આ સુત્ર સાથે સતત પોલિસ વિભાગના પ્રયત્ન હોય છે. કે પ્રજાના દરેક પ્રશ્ર્નોના ઉકેલ આવે પરંતુ તેમાં સફળ ભાગ્યેજ કોઇ અધિકારીઓ રહેતા હોય છે. કેમકે ધણા કિસ્સાઓમાં ઉચ્ચ સ્તરે પોલિસ અધિકારીનો અભીગમ ગમે તેવો હોય પરંતુ નિચેના સ્તરે પોલિસ સ્ટેશનમાં બધુ બરાબર હોતુ નથી અને જમીની સ્તરે શુ થાય છે. તેના મંથન માટે ભાગ્યેજ અધિકારીઓ નિકળતા હોય છે. પરંતુ પચ્છિમ કચ્છ પોલિસ વિભાગના નિયુક્ત થઇ આવેલા નવા પોલિસવડાનો અભીગમ કઇક અલગ જ છે. આમતો તેઓ જુનાગઢથી જ્યારે કચ્છ આવ્યા ત્યારે તેમના સહકર્મીઓ સાથે તેમના અભીગમનો એક વિડીયો સામે આવ્યો હતો અને તેમની કાર્યશૈલી કેટલી ઉમદા રહી હશે તેનો ચિતાર આ વિડીયો આપતો હતો અને આવાજ અભિગમ સાથે તેઓએ કચ્છમાં કામ શરૂ કર્યુ છે. અને તેના અનેક ઉદાહરણો સામે આવ્યા છે. જેમાં પોલિસવડા બાઇક પર પણ પેટ્રોલીંગ માટે નિકળી જાય છે. અને આવુ અનેકવાર થયુ છે. તેઓ પચ્છિમ કચ્છમાં પોલિસવડા તરીકે નિયુક્ત થયા ત્યાર પછી તેઓ 3થી વધુ વાર પોતાના ગાર્ડ સાથે બાઇક પર શહેરમાં પેટ્રોલીંગ માટે નિકળી ચુક્યા છે.
બાઇક પર પેટ્રોલીંગ; ફરીયાદી ને સાંભળવા પુરતો સમય
કચ્છમાં પોસ્ટીંગ પર આવતાની સાથેજ જાહેર જનતા માટે પોલિસ હેલ્પલાઇન નંબર જાહેર કરવા પબ્લીક હિતમાં સસ્તા સોનાની લાલચમાં લોકો ન આવે જેવા જાહેર હિતના સંદેશા સાથે પોલિસની મદદ માટે આમ નાગરીકો પણ જાગૃત બની જોડાય તેવો સૌરંભસિંગનો અભીગમ છે. તો લોકોની સાચી ફરીયાદ પોલિસ ચોપડે નોંધાય તે બાબતે પણ તેઓ સતત સક્રિય રીતે કામ કરે છે. અને તેથીજ ધારાસભ્યના પુત્રની દાદાગીરીનો મામલો પણ પોલિસ ચોપડે નોંધાયો તો કાયદો વ્યવસ્થાની સ્થિતીની સમિક્ષા માટે ખુદ એસ.પી બાઇક પર પેટ્રોલીંગ માટે નિકળે છે. આજે પણ તેઓ DYSP જે.એન.પંચાલ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ માટે નિકળ્યા હતા. તો તેમની પાસે ફરીયાદ માટે પહોચતા લોકો માટે પણ તેઓ પુરતો સમય ફાળવી તેમની ફરીયાદનુ પુર્ણ અવલોકન કરવાનુ ચુકતા નથી. અને તેથીજ મોડે સુધી તેઓ કચેરીમાં કાર્ય કરતા રહે છે…..
ગુજરાતમાં ધણા અધિકારીઓ છે. જે પ્રજામાં સતત પોલિસની છબી સુધારવા માટેના પ્રયત્નો કરતા રહ્યા છે. તેમાં સૌરભસિગ પણ એક નામ છે. જેઓ હોદ્દાથી પર સામાન્ય લોકોની વચ્ચે જઇ સતત પોલિસની છબી સુધારવા સાથે ખરા અર્થમાં પોલિસપ્રજાનો મિત્ર છે. તેવો અહેસાસ સામાન્ય નાગરીકને થાય તેવા પ્રયત્નો કરે છે. અને આશા રાખીએ તેમના કાર્યકાળ દરમ્યાન તેઓ તેમાં સફળ રહે…..