કચ્છમાં ગુજરાતી ભાષાની સાથે લોક વ્યવહારમાં કચ્છી ભાષાનો વધુ ઉપયોગ થાય છે સરકારી કામ હોય કે શિક્ષણ કચ્છી ભાષાને સમજવા માટે ધણા અધિકારીઓ પ્રયત્ન કર્યા તો કચ્છની શાળાઓમાં અભ્યાસ કરાવવા માટે આવતા શિક્ષકોના અનુભવે પણ એવુ જણાયુ કે કચ્છી ભાષાના કેટલાક શબ્દો સરળતાથી સમજાય તો ચોક્કસ સ્થાનીક લોકો સાથેનો સંવાદ અને સંબધ વધુ ગાઢ બને તેમ છે. જો કે હવે કચ્છી ભાષામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા શબ્દોનુ શરળતાથી ગુજરાતી અનુવાદ થાય તે માટે જીલ્લા પંચાયત દ્રારા એક પ્રયાસ કરાયો છે. આજે 1300 કચ્છી શબ્દો સાથેની કચ્છી બોલી એપ લોન્ચ કરાઇ હતી જે ડાઉનલોડ કર્યા બાદ માત્ર એક ક્લીક પર તેનુ ગુજરાતી અનુવાદ થઇ શકશે કચ્છ જિલ્લા પંચાયતના નેજા હેઠળ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા કચ્છી ભાષાની સૌ પ્રથમવાર એપ નુ આજે લોન્ચિગ કરાયુ હતી.આ એપ થકી આંગળીના ટેરવે ગુજરાતી શબ્દોના કચ્છી અનુવાદ જાણી શકાશે તથા કચ્છી શબ્દો ટાઇપ કર્યેથી ગુજરાતી અનુવાદ મળી શકશે. પ્રાથમીક એપમાં ૧૩૦૦ થી વધુ કચ્છી શબ્દો અત્યારે સ્ટોર કરવામાં આવેલ છે. જો કે જવાબદાર અધિકારીઓએ સુધારા, વધારા કે નવા શબ્દો ઉમેરવાના ઉદ્દેશ સાથે લોકો પાસેથી સજેશન કોમેન્ટમાં લખવા વિનંતી કરી છે. સૌથી વધારે શબ્દોના સજેશન આપનારને યોગ્ય સન્માન સાથે સત્કારવામાં આવશે. તેવી પણ જાહેરાત કરાઇ હતી. સરકારી કામકાજ અને શિક્ષણમાં કચ્છ બહારથી આવતા લોકો સામાન્ય કચ્છી શબ્દોને ગુજરાતીમાં સમજી શકે તે ઉદ્દેશ સાથે આ એપ બનાવાઇ છે. અને તબક્કાવાર કચ્છી સાહિત્યકાર તથા કચ્છી ભાષાના જાણકાર લોકોનો અભિપ્રાય લઇ વધુ કચ્છી શબ્દો એપમાં ઉમેરવામાં આવશે આજે જીલ્લા પંચાયત પ્રમુખ,શિક્ષણ સમિતીના ચેરમેન તથા ડી.ડી.ઓ સહિત સલગ્ન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતીમાં આ એપ શરૂ કરાઇ હતી. વધુમાં વધુ લોકો આ એપ ડોઉનલોક કરે તે માટે અપિલ પણ કરાઇ હતી.
આ એપ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબની લિંક
http://play.google.com/store/apps/details?id=com.wKutchiBoliApp_11961978 અથવા Play Store માં “Kutchi Boli App”
લખી સર્ચ કરતાં એપ ડાઉનલોડ થશે.