અબડાસાના ચુંટણીજંગને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપે એક તરફ પુર્ણ તૈયાારી સાથે ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યુ છે. અને જીતના દાવા કરી રહ્યુ છે. ત્યા પરંપરાગત રીતે જેમની બેઠક છે તેવા કોગ્રેસે હજુ ઉમેદવાર પણ જાહેર કર્યા નથી અને ઉમેદવારી પહેલાજ કોગ્રેસમાં કકટાડ શરૂ થયો છે. ત્યારે ગઇકાલે અબડાસા બેઠકના સંભવીત ઉમેદવાર પી.સી.ગઢવીએ સોસીયલ મિડીયામાં અબડાસા બેઠકના મજબુત ઉમેદવાર શાંતીલાલ સેંધાણી વિરૂધ્ધ પોસ્ટ મુક્યા બાદ આજે નવાઇ વચ્ચે તેમણે જાહેર માધ્યમમાં એક પોસ્ટર મુકી પોતે સંભવીત ઉમેદવાર તરીકેના પ્રયત્નો નહી કરી ચુંટણીજંગમાંથી પોતાની દાવેદારી છોડી રહ્યા છે તેવી પોસ્ટ મુકી તેમના સમર્થકોનો આભાર માન્યો હતો.
શુ ખરેખર ખેલદીલી કે પછી આંબલી ખાટી છે
રાજકારણમાં ટીકીટના સપના છોડનારા નેતા ઓછા હોય છે. તેવામાં એક સમયે ચુંટણીજંગમાં મજબુત રીતે દાવેદારી કરનાર પી.સી.ગઢવીએ અચાનક ચુંટણી મેદાનમાંથી પોતાની દાવેદારી પાંછી ખેંચતા કોગ્રેસમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. હવે થોડા દિવસોમાંજ કોગ્રેસ પોતાના ઉમેદવારનુ નામ જાહેર કરી શકે છે. તો બીજી તરફ પી.સી.ગઢવીનુ નામ પેનલમાં પણ ન હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે ત્યારે સૌ કોઇના મનમાં પ્રશ્ર્ન છે. કે ખરેખર કોગ્રેસી આગેવાને ખેલદીલી પુર્વક પાર્ટીનુ હીત વિચાર્યુ છે. કે પછી ભવિષ્ય ભાખી ગયેલા કોગ્રેસી નેતાએ પાણી પહેલા પાડ બાંધી પોતાનુ સન્માન જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.
અબડાસા બેઠકની તાસીર અલગ રહી છે. ભલે ભાજપ ચુંટણી જીતવાના દાવા કરતુ હોય પરંતુ પરંપરા અને મતદારોનો મીઝાજ હમેંશા કોગ્રેસ તરફી રહ્યો છે. તેવામાં ખરેખર જો પાર્ટી હિતમાં પી.સી.ગઢવી જેવા નેતાએ દાવેદારી પાંછી ખેંચી ઉમેદવાર ગમે તે હોય એક કોગ્રેસ થઇ મહેનતની તૈયારી દર્શાવી હોય તો તે મતદારો અને કોગ્રેસ બન્ને માટે ફાયદાકારણ સાબિત થશે