Home Current મુખ્યમંત્રીની અબડાસા મુલાકાત ભાજપને કેટલો ફાયદો અપાવશે;જાણો સભામાં શુ થયુ

મુખ્યમંત્રીની અબડાસા મુલાકાત ભાજપને કેટલો ફાયદો અપાવશે;જાણો સભામાં શુ થયુ

1660
SHARE
ગુજરાત વિધાનસભાની 8 પેટાચુંટણી માટે હવે અંતિમ તબક્કાના ચુંટણી પ્રચારમાં ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. ત્યારે આજથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પેટાચુંટણીના પ્રચાર મેદાનમાં ભાજપને જીત અપાવવા માટે અબડાસામાં જંગી જનસભાને સંબોધન કર્યુ હતુ. મુખ્યમંત્રી સાથે ભાજપે મંત્રી,ધારાસભ્યોની ફોજને ઉતારી દીધી હતી. મુખ્યમંત્રીની સાથે કચ્છ અબડાસા બેઠકના પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં,કે.સી પટેલ, અને કચ્છના પ્રભારી દિલીપ ઠાકોર સાથે સાંસદ પરબત પટેલ,નરહરી અમીન બળવંતસિંહ રાજપુત તથા સ્થાનીક કચ્છના ધારાસભ્યો સાંસદો સભામાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ બે સ્થળે સભાનુ સંબોધન કર્યુ હતુ. અને તેમાં મુસ્લિમ મતદારોને રીઝવવાના અને અપિલ કરવાના તેમના પ્રયત્નો વધુ રહ્યા હતા. વિકાસ,અછતના કામોની વાત સાથે કોગ્રેસ પર મુખ્યમંત્રીએ આકરા પ્રહારો કર્યા હતા
શુ રહ્યુ સભાનુ આકર્ષણ અને મુદ્દા
-કચ્છી ભાષામાં ભાષણની શરૂઆત કરનાર મુખ્યમંત્રીએ પદ્યુમનસિંહ જાડેજાની પ્રતિભાના વખાણ કરી તમામ લોકો તેમને જીત અપાવે તેવી અપિલ મુખ્યમંત્રીએ કરી હતી.
-કચ્છના અબડાસા વિસ્તારમાં અછત દરમ્યાન થયેલા કામો અને સરકારી મદદની વાત સાથે મુખ્યમંત્રીએ ભાજપને જીતાડી પછી વિકાસની ચિંતા છોડી દેવા જણાવ્યુ હતુ.
-કોરોના મહામારી અને બનાશકાંઠામાં જ્યારે પુર આવ્યુ ત્યારે ગુજરાત કોગ્રેસના ધારાસભ્યો ક્યા હતા તેવા સવાલો ઉભા કરી કોગ્રેસના ધારાસભ્યો દારૂ પી સ્વીમીંગ પુલમાં ધુબાકા મારતા હતા તેવા આક્ષેપ મુખ્યમંત્રીએ કર્યા હતા.
-ધારાસભ્યોને વિશ્ર્વાસ નથી રહ્યો હવે કોગ્રેસ પર અને તેમાંય અમીત ચાવડાના સમયમાં સૌથી વધુ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા તેવો કટાક્ષ કરી મુખ્યમંત્રીએ કોગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
-તો રાજકીય સામજીક આગેવાનો સાથેની બેઠકમાં પણ અબડાસા વિસ્તારની સ્થિતીથી વાકેફ કરી મુખ્યમંત્રીએ કોગ્રેસની કબર પર હવે પેટાચુંટણીમાં છેલ્લો ખીલ્લો મુસ્લિમ સમાજે મારવાનો છે.
-તો કોગ્રેસે હમેંશા મુસ્લિમ મતોનો ઉપયોગ કર્યો છે. ત્યારે મુસ્લિમો જાગૃતિ બની આ વખતે ભાજપને મત આપે 3 તારીખે એકવાર ચુંટણી જીતાડો પછી વિકાસની જવાબદારી ભાજપની છે
-જો કે કોરોના મહામારી વચ્ચે સોસીયલ ડિસટન્ટનુ પાલન માટે મોટી સંખ્યામાં જનમેદની ભેગી થઇ ન હતી પરંતુ નિરૂત્સાહી સભા રહી હતી.
શુ મુખ્યમંત્રીની મુલાકાત ભાજપને ફાયદો કરશે ?
અબડાસા ચુંટણી જીતવા માટે ભાજપ એડીચોટીનુ જોર લગાવી રહ્યુ છે આજે મુખ્યમંત્રી સાથે ભાજપે મોટા નેતાઓને આજે મેદાને ઉતાર્યા હતા. અને હજુ પણ ભાજપના ધણા નેતાઓ આવશે મુખ્યમંત્રીના સંવાદ અને ભાજપે ગઇકાલે જાહેર કરેલી પ્રેશનોટ પરથી સ્પષ્ટ માની શકાય કે ભાજપે કરેલા અછત દરમ્યાનના કામો અને મુખ્યમંત્રીએ વ્યક્તિગત રીતે રસ લઇ આ વિસ્તારને કરેલી મદદના બદલામાં ભાજપને મત મેળવવા અને ખાસ કરીને મુસ્લિમ મતદારો કે જેઓએ ભાજપને હમેંશા અબડાસામાં ક્યારે લીડ અપાવી નથી તે મતદારો ભાજપને મત આપે પશુપાલન અને ખેતી ક્ષેત્રે આ વિસ્તારમાં મુખ્યમંત્રીએ ભાજપ સરકારે કરેલા કામોની સિધ્ધીઓ પણ ભાષણમાં વર્ણવી હતી. પરંતુ હવે મુસ્લિમ મતદારો મુખ્યમંત્રીના આગમનથી ભાજપ તરફ આકર્ષાય છે કે નહી તે જોવુ રહ્યુ
અબડાસામાં મુખ્યમંત્રીને ઉતારી ભાજપે ફાયદો કર્યો છે. કે નુકશાન તે તો સમય કહેશે પરંતુ એકવાત ચોક્કસ છે. કે જીતના દાવા કરતા ભાજપે હવે મુસ્લિમ મતદારોને આકર્ષવાના પ્રયત્નો શરૂ કર્યા છે. જો કે તે સફળ કેટલા રહેશે તે તો સમય જ કહેશે પરંતુ હાલ ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારી ચુંટણીના માહોલને ગરમ કર્યો છે.