અબડાસા ચુંટણીમાં રોજ-રોજ નવા વંણાકો આવી રહ્યા છે. એક તરફ પ્રદેશથી નેતાઓ આવી રાષ્ટ્રીય ચેનલોને હેડલાઇન પીરશતા નિવેદનો કરી ગુજરાતભરમાં ચુંટણીનો માહોલ ગરમાવી રહ્યા છે ત્યા બીજી તરફ પડદા પાછળના ખેલ પણ હવે અંતિમ તબક્કામાં શરૂ થયો છે ગઇકાલે મુસ્લિમ સમાજ તરફથી અપક્ષ ઉમેદવારી કરનાર હનીફ જાકબ પઢીયારે ગુજરાતના પડોસી રાજ્ય રાજસ્થાનની એ.ટી.એસ તેમનો સંપર્ક કરી હોવાનુ નિવેદન આપી પડદા પાછળ કોગ્રેસ કામ કરી રહી હોવા તરફ ઇશારો કરતુ નિવેદન સ્થાનીક અખબારોમાં આપ્યુ હતુ. પડદા પાછળ ભાજપના ઉમેદવાર હોવાનુ મનાતા હનીફના આ નિવેદનથી ગુપ્તચર એજન્સી સહિત કચ્છ પોલિસ દોડતી થઇ હતી. જો કે પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડાએ આ મામલે તપાસ કરી રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ. પરંતુ તે વચ્ચે આજે શંકરસિંહ વાધેલા કચ્છ આવ્યા હતા અને ખુલ્લા સમર્થન સાથે ભાજપ-કોગ્રેસને અપક્ષથી દુર રહેલા ખુલ્લી ચીમકી આપી હતી.
દારૂ રાગ આલાપી બાપુએ કહ્યુ અપક્ષ સાથે
એક સમયે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુકેલા શંકરસિંહ વાધેલાએ અનેક પાર્ટીઓને સમર્થન આપ્યુ અને નવી બનાવી તાજેતરમાં પણ તેઓ નવી પાર્ટી સાથે પેટાચુંટણી તથા બિહારમાં ચુંટણીજંગમાં જંપલાવાના હતા પરંતુ તે શક્ય ન બન્યુ ત્યારે આજે બાપુ અપક્ષ ઉમેદવાર હનીફ પઢીયારના સમર્થનમાં બે દિવસ માટે કચ્છ પ્રચાર માટે આવ્યા હતા જ્યા તેઓએ ભાજપ-કોગ્રેસની નિતીથી ફરી ચુંટણી આવી છે તેથી પ્રજામાં આક્રોષ છે અને અપક્ષ ઉમેદવાર નવો ચીલો ચિતરશે તેવી આશા વ્યક્ત કરી ગુજરાતના 5 અપક્ષ ઉમેદવારોને તેઓએ ટેકો જાહેર કર્યો હતો 2022 ની ચુંટણીમાં તેમના પ્રભાવ અંગે વાત કરવા સાથે તેઓએ અપક્ષ ઉમેદવારને પોલિસ દ્રારા કરાતી કનડગત મુદ્દે તેઓએ ભાજપ અને કોગ્રેસ બન્નેને ખુલ્લી રીતે કહ્યુ હતુ કે હવે હનીફ બાબા અપક્ષ નથી હુ તેમની સાથે છુ તેથી હવે અપક્ષ ઉમેદવારને પરેશાન કરવામાં ધ્યાન રાખજો ગુજરાતમાં દારૂબંધી હટવી જોઇએ તેવુ ફરી એકવાર બાપુએ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ સાથે વ્યક્તિગત આક્ષેપોથી ભાજપ-કોગ્રેસ બન્ને પાર્ટીઓએ દુર રહેવુ જોઇએ તેવી સલાહ પણ આપી હતી
સાંભળો શંકરસિંહ વાધેલાએ શુ કહ્યુ