Home Current આવકારનો અતિરેક નિમાબેન આચાર્યએ C.R.પાટીલના ફોટા સાથે ફેસબુક પર નિતીનભાઇને આવકાર્યા !

આવકારનો અતિરેક નિમાબેન આચાર્યએ C.R.પાટીલના ફોટા સાથે ફેસબુક પર નિતીનભાઇને આવકાર્યા !

1863
SHARE
આજકાલ સોસીયલ મિડીયા પર નેતાઓ સાથે ફોટો પડાવવાના અને તેમના સન્માનના ફોટો સાથેના સ્વપ્રચારનો ક્રેઝ વધ્યો છે. અને તેમાય માહોલ જ્યારે ચુંટણીનો હોય ત્યારે સ્વાભાવીક કચ્છમાં ધણા નેતાઓ આવી રહ્યા છે. અને કાર્યક્રરોને તેમના પ્રચાર સાથે સ્વપ્રચારનો મોટો મોકો મળ્યો છે. જો કે નાના કાર્યક્રરો તો ઠીક પરંતુ સોસીયલ મિડીયા પર મોટા નેતાઓ પણ મુલાકાતની તુંરત બાદ નેતાઓ સાથેના અને તેમના સન્માન કર્યાની ખુશી છલકાવતા લખાણ સાથે ફોટો સેર કરી રહ્યા છે. જો કે આજ અતીરેકમાં ભુજના ધારાસભ્યએ થોડીક ક્ષણનો ભાંગરો વાટ્યો હતો. થયુ એવુ કે ચુંટણી પ્રચાર માટે આજે કચ્છમાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ આવ્યા હતા અને નખત્રાણાં સભાનુ સંબોધન કરવાના હતા જો કે એરપોર્ટ પર નિતીન પટેલના ઉતરાણ માટે ભાજપના કેટલાક નેતાઓ પણ ગયા હતા જેમાં ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્યને પણ તેમને સોસીયલ મિડીયામા આવકારવાનુ નક્કી કર્યું જેથી નિતીનભાઇના એરપોર્ટ ઉતરાણની થોડી ક્ષણોમાંજ નિમાબેને પોતાના ફેસબુક પેજ પર નિતીનભાઇ પટેલને કચ્છમાં આવકાર આપતા લખાણ સાથે એક પોસ્ટ મુકી હતી પરંતુ તેમાં સ્વાગતનો ફોટો નિતીન પટેલની જગ્યાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો મુકી દીધો હતો. આમતો આવી ધટનાઓ ભુલથીજ બનતી હોય છે પરંતુ કદાચ તેમનુ સોસીયલ મિડીયા હેન્ડલ કરતા વ્યક્તિએ ઝડપમાં ફોટો નિતીનભાઇની જગ્યાએ સી.આર.પાટીલનો મુકી દીધો જો કે થોડી વાર રહીનેજ આ ભુલ તેમના ધ્યાનમાં આવી હતી. અને પોસ્ટ ડીલીટ કરી દેવાઇ હતી પરંતુ તેમની જેમ ઉતાવડામાં પોસ્ટ કરવાની સાથે પોસ્ટ વાંચનાર પર ઉતાવડમાં અને ઉત્સાહી હતો જેથી તેમની આ ભુલનો ફોટો વાયરલ થઇ ગયો હતો.