Home Special 5 વર્ષની નિષ્ફળતા પર પડદો નાંખવા ભુજના નગરસેવકોનુ સફળ સાશન કેમ્પેન! કોગ્રેસ...

5 વર્ષની નિષ્ફળતા પર પડદો નાંખવા ભુજના નગરસેવકોનુ સફળ સાશન કેમ્પેન! કોગ્રેસ પણ જોડાયુ..

1771
SHARE
કચ્છની 6 નગરપાલિકાઓમાં સૌથી નિષ્ફળ સાશન,ભષ્ટ્રાચારની વ્યાપક ફરીયાદો,આંતરીક જુથ્થવાદ અને વિવાદોને કારણે ચર્ચામાં રહી હોય તો તે છે ભુજ નગરપાલિકા 5 વર્ષ દરમ્યાન અઢડક ગ્રાન્ટો હોવા છંતા શહેરીજનો સમસ્યાથી પિડાતા રહ્યા તે પછી ગટરની સમસ્યા હોય કે ખરાબ રસ્તા અને સફાઇનો મુદ્દો જો કે જેમ તેમ કરી પાંચ વર્ષ વર્તમાન ચુંટાયેલી બોડીએ પુર્ણ કરી અને સફળતાનુ સર્ટીફીકેટ પ્રજા પાસે લેવાનો બદલે ભાજપના નગરસેવકોએ તેમનો સમર્થકોની મદદથી પાંચ વર્ષની સફળ સાસનના અભિનંદનની વર્ષા પણ શરૂ કરાવી દીધી જો કે કોગ્રેસ પણ તેમાં પાછળ ન રહ્યુ અને તેમના સમર્થકોએ પણ ભાજપી કાઉન્સીલરોના સફળતા કેમ્પેનને ફોલો કર્યુ પરંતુ ખરેખર તો તટસ્થ રીતે ભુજ નગરપાલિકાનુ અત્યાર સુધીનુ સૌથી નિષ્ફળ સાશન વર્તમાન બોડીનુ રહ્યુ છે. તો વિપક્ષ પણ પ્રજાહીતમાં કોઇ અસરકારક વિરોધ કરી પરિણામ લાવી શક્યુ નથી તે વાસ્તવિક્તાની તદ્દન નજીક વાત છે. અને સમસ્યા અને નિષ્ફળતા પર પુસ્તક લખીએ તો પાના ઓછા પડે
પ્રજાનુ શુ વિખવાદ એવો કે અંત જ ન આવ્યો
શરૂઆતના અઢી વર્ષ મનગમતા અને ધાર્યુ કરે એવા હોદ્દેદારો હોવાથી બધુ બંધ બારણે બરોબર ચાલ્યુ પરંતુ તે સમયમાં વિકાસ કરતા વહીવટમાં વધુ ગયો અઢી વર્ષ પુર્ણ થતા જ જુથ્થવાદ એવો વધ્યો કે એમાં ભુજના નાગીરકો ભુલાઇ જ ગયા ન સામાન્યસભા યોગ્ય રીતે થઇ અને ન પુર્ણ બહુમતી સાથે કારોબારી બેઠકો અને તે સમયમાં પ્રજાને જે હાલાકી ભોગવવી પડી તે અગાઉ ક્યારેય ભોગવવી પડી નથી ભુજ પાલિકા ભાજપનો ગઢ ગણાય છે પરંતુ તેમ છંતા વેપારી અને ક્રિમ વિસ્તારમાં પણ લોકો ભાજપના નગરસેવકોની નિષ્ફળતાથી તોબા પોકારી ગયા હતા. ભુજના વાણીયાવાડના હાર્ડકોર ભાજપના મતદારોને પણ પાલિકાના આંતરીક જુથ્થવાદથી કંટાળી વિરોધ્ધની બાયો ચડાવી પડી હતી. તો વિપક્ષની ભુમીકા ખુદ કાઉન્સીલરો અંદરો-અંદર અદા કરતા હતા. તેથીજ ભાજપ સાશીત વિસ્તારોમાંથી છેલ્લે મોરચા પાલિકા કચેરીએ આવવા મળ્યા હતા. જો કે છેલ્લી બેઠક સુધી જાણે વહીવટમાં બરોબર ન રહ્યુ હોય તેમ હજુ એક થઇ ભાજપની પુર્ણ બોડીએ કામ ન જ કર્યુ એટલે કહી શકાય કે વિખવાદે 5 વર્ષ સુધી કેડો મુક્યો નહી જેનુ પરિણામ અંતે પ્રજાને ભોગવવુ પડ્યુ
ધારાસભ્ય અને જીલ્લા પ્રમુખ પણ ટુંકા પડ્યા
પાંચ વર્ષ દરમ્યાન ભુજ પાલિકામાં થયેલા અનેક વિખવાદો અને અને પ્રજાલક્ષી નિર્ણયો વિવાદમાં એવા તે પડ્યા કે ખુદ ધારાસભ્ય અને જીલ્લા ભાજપના પ્રમુખને તેમાં ઝંપલાવવુ પડ્યુ અને નગરસેવકોને ટકોર પણ કરવી પડી પરંતુ સુધરે એ બીજા ધારાસભ્ય નિમાબેન આચાર્યની દરમ્યાનગીરી અને ભાજપ પ્રમુખની ટકોર પછી પણ આંતરીક જુથ્થવાદ ન સમયો અને કાઉન્સીલરો માત્ર રબ્બર સ્ટેમ્પની જેમ પોતાના નજીકના અને સાચવવા જેવા વિસ્તારોમાં કામ કરતા રહ્યા પરંતુ શહેરના હિતમાં કોઇ મોટુ કામ પાંચ વર્ષમાં ન થયુ અને જે મુખ્ય સમસ્યા હતા તેવી ગટર સમસ્યાના વિકાસકામની ગ્રાન્ટ પાંચ વર્ષ પુર્ણ થવાના હતા ત્યારે મંજુર થઇ જે કદાચ આગામી ચુંટણી પ્રચારમાં ભાજપને કામ લાગશે બિન અનુભવી અને નવી ટીમ નવા વિઝન સાથે કામ કરશે તે અપેક્ષાએ લોકોએ ચુંટ્યા તો ખરા પરંતુ વિવાદ અને રાજકારણમાં પાકટ બની ગયેલા નવા નિશાળીયા નગરસેવકોએ પ્રજાની ચિંતા તો ન કરી પરંતુ પોતાના પક્ષના આગેવાન ધારાસભ્ય જીલ્લા પ્રમુખની વાતનો અનાદર કરી તેમને ટુંકા કર્યા
કહેતા ભી દિવાના અને શુનતા ભી દિવાનાની જેમ પાંચ વર્ષ સફળ રહ્યા કે નિષ્ફળ તે પ્રજાને પુછવાની જરૂર છે. પરંતુ પરિણામ અને અભિપ્રાય જાણતા ભાજપના નગરસેવકો તેમ કરવાની બદલે સોસીયલ મિડીયામાં પોતાના નજીકના સમર્થકો અને ભાજપના નાના કાર્યક્રરોના સફળતાના ગુણગાનથી હરખાઇ રહ્યા છે. પરંતુ ખરેખર પ્રજાએ તો પાંચ વર્ષ તમારી નિષ્ફળતા અને આંતરીક વિખવાદથી અસહ્ય પીડા જ ભોગવી જ ત્યારે ખરેખર પાંચ વર્ષ નહી પરંતુ હવે પ્રજા વચ્ચે જાવ તો તમારી સફળતા નિષ્ફળતાની પારાશીસી ની ખબર પડે પ્રજા કદાચ હજુ પણ ભાજપના નામે તમને પાંચ વર્ષ ચુંટી નાંખશે પરંતુ સાશન કરવામાં ભાજપના પ્રતિનીધીઓ નિષ્ફળ ગયા છે તે દિવા જેવુ સત્ય છે. તો વિપક્ષ પણ સફળતા કેમ્પેન પણ ટીપ્પણી કે સવાલો કરવાના બદલે તેમાં જોડાઇ ગયુ.