વિસ્તારની દ્રષ્ટ્રીએ સૌથી મોટા અને ઉદ્યોગોને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ જ્યા ધમધમે છે તેવા કચ્છમાં ગાંધીધામ સ્થિત નેશનલ હાઇવેની કચેરી ગાંધીધામથી પાલનપુર ખસેડવાના નિર્ણય સામે કોગ્રેસની કચેરી પાલનપુર ન ખસેડવાની માંગ બાદ કચ્છના સાંસદે પણ રોડ-ટ્રાન્સપોર્ટ મીનીસ્ટર નિતીન ગડકરી તથા નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના ચેરમેન સુખબીરસિંધ સંધુને પત્ર લખ્યો છે. કચ્છમાં બે મહત્વના બંદરો આવેલા છે. વિવિધ ઉદ્યોગો આવેલા છે તેવામાં ગાંધીધામ સ્થિત કચેરીની અન્ડરમાં મુન્દ્રા-વરસાણા, ભીમાસર અંજારથી ધર્મશાળા,ગાંધીધામ સામખીયાળી,સામખીયાળી રાધનપુર જેવા હાઇવે આવેલા છે. તેવામાં જો કચેરી ગાંધીધામથી પાલનપુર ખસેડાશે તો હાઇવેને લગતા પ્રશ્ર્નો માટે કચ્છના લોકોને 300 કિ.મી દુર જવુ પડશે તેવામાં કચ્છની ભૌગોલીક સ્થિતી કચ્છના ઉદ્યોગોને ધ્યાને રાખી ઓફીસ પાલનપુર ખસેડવાના નિર્ણય બાબતે ફેરવિચાર કરી કચેરી ગાંધીધામ ખાતેજ કાર્યરત કરાય તેવી માત્ર કચ્છના સાસંદ વિનોદ ચાવડાએ કરી છે. જો કે કચ્છના અન્ય જનપ્રતિનીધીઓએ આ અંગે કોઇ વાંધો દર્શાવ્યો નથી પરંતુ પહેલા કોગ્રેસ અને ત્યાર બાદ હવે કચ્છના સાસંદે કચ્છની ચિંતા કરી નેશનલ હાઇવેની ઓફીસ ગાંધીધામ ખાતેજ ચાલુ રાખવા પત્ર લખ્યો છે.