Home Current નખત્રાણાના કોટડામાં ખેડુતો વિફર્યા; નખત્રાણાના પોલિસ અધિકારીઓ અને તંત્ર શુ કંપનીના એજન્ટ...

નખત્રાણાના કોટડામાં ખેડુતો વિફર્યા; નખત્રાણાના પોલિસ અધિકારીઓ અને તંત્ર શુ કંપનીના એજન્ટ છે ?

4805
SHARE
એક તરફ દેશમાં કૃષીબીલને લઇ ખેડુતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. અને ખેડુતોને ખુશ કરવાના સરકાર ભરપુર પ્રયાસો કરી રહી છે. પરંતુ તે વચ્ચે કચ્છમાં કંપનીઓ પર સ્થાનીક તંત્ર જાણે મહેરબાન હોય તેમ ખેડુતોના વિરોધ છંતા કંપનીઓ તંત્રનો દુર ઉપયોગ કરી કામ કરી છે. અને આવી ફરીયાદ નખત્રાણા,માંડવી લખપત વિસ્તારમાં લાંબા સમયથી છે જો કે આજે નખત્રાણાના કોટડા(જડોદર) ગામે પાવરગ્રીડ કંપનીને ખેડુતોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. અને ખેડુતોની મંજુરી ન હોવા છંતા સર્વે માટે પોલિસ બંદોબસ્ત સાથે પહોચેલી ટીમને વિરોધ થતા પાછા ફરવુ પડ્યુ હતુ. જો કે ખેડુતોએ તંત્ર અને ખાસ કરીને કંપની સાથે મંત્રણાની વાત કરતા પોલિસ અધિકારીઓને આડેહાથ લઇ તેમનુ સાચુ કામ કરવાનુ ચોખુ સંભળાવી દીધુ હતુ
ફળદ્રુપ નહી પડતર જમીનમાં લાઇન લઇ જાવ
પાવરગ્રીડ કંપની દ્રારા જડોદરથી-નિરોણા લાઇન લઇ જવા માટે સર્વે કરાયો છે. જેમાં વિજલાઇન ધણા ખેડુતોના ફળદ્રુપ ખેતરમાંથી પસાર થાય છે. જેને લઇ ખેડુતોએ શરૂઆતથી વિરોધ કર્યો છે. અને કલેકટરમાં રજુઆત કરી વાંધો પણ દર્શાવ્યો છે. અને ફળદ્રુપ જમીનમાંથી વિજલાઇન લઇ જવાના બદલે પડતર ખરાબામાંથી લાઇન લઇ જવા ખેડુતોએ પહેલાથીજ જણાવ્યુ હોવા છંતા આજે પોલિસ બંદોબસ્ત સાથે કંપની દ્રારા સર્વે માટે ટીમ મોકલાઇ હતી અને સાથે પોલિસ બંદોબસ્ત પણ હતો પરંતુ ખેડુતો વિરોધમાં મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને સર્વેની કામગીરી અટકાવી હતી. ખેડુત સુરેશ વેલાણીએ જણાવ્યુ હતુ કે ખેડુતો ફળદ્રુપ જમીનમાંથી વિજલાઇન પસાર કરવા નથી માંગતા જે અંગે કલેકટરને પણ અગામ જણાવ્યુ હતુ છંતા કંપની સર્વે માટે આવતા ખેડુતોએ વિરોધ કર્યો છે. જે ચાલુ રહેશે ખેડુતોએ સ્પષ્ટ કહ્યુ છે. કે સર્વેનો વિરોધ છંતા કંપની શા માટે સર્વે માટે આવી તેજ મોટો સવાલ છે.
નખત્રાણા પોલિસ શુ કંપનીના એજન્ટ છે?
એક તરફ પચ્છિમ કચ્છ પોલિસ આમ નાગરીકોને ન્યાય અપાવવા માટે કટ્ટીબંધ છે. ત્યા બીજી તરફ નખત્રાણા વિસ્તારમાં લાંબા સમયથી નખત્રાણા પોલિસ મથકના પી.આઇ ભરવાડ અને નખત્રાણા DYSP ની કાર્યપધ્ધતિ અને કંપની તરફી જુકાવની ચર્ચા છે. અનેક એવા કિસ્સા છે. જેમાં આમ લોકોની ફરીયાદ છે. કે નખત્રાણા પોલિસ ખેડુતો તરફ ઓછો કંપની તરફી વધુ જોક રાખે છે. આજની ધટનામાં પણ એવુજ થયુ પોલિસ માત્ર બંદોબસ્ત માટે ગઇ હતી પરંતુ ખેડુતોએ મોકલેલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. કે કંપની વતી પોલિસ અધિકારીઓ ખેડુતોને સમજાવતા નઝરે પડી રહ્યા છે. જો કે ખેડુતોએ પી.આઇ ભરવાડને રોકડુ સંભળાવી દીધુ હતુ કે પોલિસનુ કામ માત્ર કાયદો વ્યવસ્થા જોવાનુ છે. કંપની સાથે બેઠક કરવી કે ન કરવી તે સમજાવવાનુ કામ પોલિસનુ નથી તેથી પોલિસ કંપની તરફી વાત ન કરે જે મામલે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી જો કે આ એક મામલો નથી અગાઉ પણ અનેક મામલે નખત્રાણાના ફોજદાર અને DYSP સામે આક્ષેપો થતા રહ્યા છે. ત્યારે તટસ્થ અને નોન કરપ્ટેડ પચ્છિમ કચ્છ પોલિસવડા આવા મામલાની તપાસ કરે તો પોલિસનુ કંપની તરફ થઇ ખેડુતો સાથે કેવુ વલણ હોય છે તે સામે આવે અને પોલિસની છબી પણ ન ખરડાય
કચ્છ ભવિષ્યમાં વિજ ઉત્પાદદનુ હબ બનાવાનુ છે. પરંતુ બીજી તરફ પૈસા અને પાવરના જોરે વિન્ડ કંપનીઓ ભવિષ્યમાં ખેતી માટે મોટુ જોખમ ઉભુ કરશે તેવી ધણા ખેડુતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જો કે કોટડા-જડોદરના જાગૃત ખેડુતોએ કંપનીની કામગીરી થાય તે પહેલાજ વિરોધ નોંધાવ્યો છે. અને આજે પોલિસ રક્ષણ સાથે ગયેલી કંપનીને કામ કરતા અટકાવી પોલિસને પોતાનુ સાચુ કામ કરવા જણાવ્યુ હતુ. જો કે આગામી દિવસોમાં જો બળપ્રયોગથી આવુ કામ ચાલુ રહ્યુ તો કચ્છમાં કૃષીબીલ તો નહી પરંતુ કંપનીઓ સામે ખેડુતો મોરચો માંડશે તે નક્કી છે