news4kutch : કચ્છના જિલ્લા વિકાસ અધિકારી સી.જે.પટેલ તેમના કડક વર્તન માટે જાણીતા છે
કામની બાબતમાં તેઓ કર્મચારીઓને ખખડાવી નાખતા હોય છે આવા કડક સ્વભાવના અધિકારીએ
એક કાર્યક્રમમાં જયારે માફી માંગી ત્યારે કર્મચારીઓમાં આશ્ચર્ય સર્જાયું હતું
ભુજ ખાતે જિલ્લાના મહેસુલી કર્મચારીઓના વર્કશોપમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા શ્રી પટેલે
સમગ્ર કચ્છમાંથી ઉપસ્થિત રહેલા તલાટીઓને સંબોધન કર્યું ત્યારે ભાવુક બની જઈ અને માફી માંગતા જણાવ્યું હતુંકે મેં તમને ઘણીવાર ધમકાવ્યા હશે પરંતુ મારી ઈરાદો કોઈને પરેશાન કે
નુકશાન પહોંચાડવાનો નથી હોતો। ….ડીડીઓના બદલાયેલા આવા વર્તનથી સૌ કર્મચારીઓ
આશ્ચર્યમાં મુકાયા હતા જોકે શ્રી પટેલે નિખાલસ પણે તરતજ જણાવ્યું હતું કે હું હાલમાંજ વિપશ્યના
શિબિરમાં ભાગ લઈ આવ્યો છું કદાચ એટલેજ હું નિખાલસ પણે આ કહી શકું છું. આ કાર્યક્રમ વચ્ચે તેમણે ભિટારા ગામના એક તલાટીને તેની ગેરવર્તણૂક બદલ વારંવાર વઢતા હોવાની વાત કરીને જાહેરમાં તે તલાટીને વર્તન સુધારવાની વિનંતી કરી હતી.
જિલ્લાના ઉચ્ચ અધિકારી એવા સી.જે.પટેલના આ ભાવુક શબ્દો અને વર્તને કર્મચારીઓને પણ ભાવુક લાગણીમાં ઝકડી લીધા હતા। … આખરે તો અધિકારીઓ અને કર્મચારીઓનું સંકલન જ
વહીવટી તંત્રને ધબકતું રાખે છે।