કચ્છ ભાજપ દ્રારા ગઇકાલે 440 બેઠકો માટે દાવેદારોની જાહેરાત કરાઇ હતી જેમાં મોટી સંખ્યામાં બેઠકો પર નો રીપીટ થીયરી અપનાવાઇ છે. જો કે ગઇકાલે નામ જાહેર થતાજ વિવિધ !વિસ્તારોમાંથી વિરોધના સુર ઉઠ્યા હતા. અને અબડાસા ક્ષત્રિય સમાજના આગેવાન મેસોજી સોઢાએ પાર્ટીના વિઝન અને બે-મોઢાની વાતોથી નારાજગી વ્યક્ત કરી હતી અને સાથે વાયોર બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેવાની જાહેરાત પણ કરી હતી સાથે અબડાસા મત ક્ષેત્રમાં આવતા 3 તાલુકાઓમાં પણ અપક્ષ ઉમેદવાર ઉભા રાખી ભાજપને દેખાડી દેવાનો આડકતરો સંકેત આપ્યો હતો. અગાઉ પણ તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપને નુકશાન પહોચાડ્યુ હતુ. અને જેન્તી ભાનુશાળીને હારનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ મુન્દ્રામાં પણ ભાજપમાં ભડકો થયો છે. માંડવી વિસ્તારના ધારાસભ્યના ખાસ મનાતા સરપંચ ધમેન્દ્ર જેસરની પાલિકામાં ટીકીટ કપાતા તેઓ પણ રોષે ભરાયા છે. તો બે ભાજપના સંગઠન હોદ્દેદારોએ રાજીનામા આપ્યાની પણ ચર્ચા છે.
સરપંચના ગંભીર આરોપો,જૈન સમાજમાં પણ રોષ
ગ્રામ પંચાયત પછી મુન્દ્રામા પ્રથમવાર પાલિકાની ચુંટણીઓ યોજાઇ રહી છે. અને ધમેન્દ્ર જેસર ધારાસભ્યના ખાસ હોવા સાથે પાલિકા રેસમાં આગળ પડતા હોવાનુ મનાતુ હતુ પરંતુ ગઇકાલે નામો જાહેર થયા તેમાં તાલુકા પંચાયત કે પાલિકા કોઇમાં તેમનુ નામ ન હતુ. જો કે આજે સવારે તેઓએ સમર્થકો સાથે બંધ બારણે બેઠક બાદ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની વાત કરી છે. અને એક વોર્ડ સિવાય તમામ વોર્ડ પર અપક્ષ ઉમેદવારોને ઉભા રાખવાની જાહેરાત કરી ફોર્મ પણ મેળવ્યા છે. તો જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ કાચા કાનના હોવાનો પણ તેઓએ આરોપ મુકી પોતાની બાદબાકીથી નારાજગી વ્યક્ત કરી છે. આજે મુન્દ્રામાં દિવસભર વિવિધ સમાજોની મીટીંગનો દોર શરૂ રહ્યો હતો. તો સાથે મુન્દ્રા 7 જૈન સમાજના આગેવાનોની પણ એક બેઠક મળી હતી. જેમાં સમાજના આગેવાનોએ પ્રમુખ વિશ્રામ ગઢવીને રજુઆત કરવા સાથે ભાજપ સામે નહી પરંતુ ભાજપને દેખાડી દેવાના હુંકાર સાથે નવાજુનીના એંધાણ આપ્યા હતા કેમકે જાહેર કરેલા નામોમા જૈન સમાજની બાદબાકી છે.
ચુંટણી દરમ્યાન કચ્છ ભાજપમાં ભડકો થયો હોય તે નવી વાત નથી. ગત ચુંટણીમાં પણ કેટલાય તાલુકાઓમાં વિખવાદ થયો હતો. તો ધારાસભ્યની ચુંટણી સમયે પણ ધણા લોકો ભાજપના નિર્ણયો સામે પડ્યા છે. જો કે નેતાઓની છબી જોતા ભાજપ માટે આ વિસ્તારમાં જીત મુશ્કેલ ચોક્કસ બનશે જો કે ફાયર બ્રાન્ડ પ્રદેશ પ્રમુખે સ્પષ્ટ સંકેત પણ આપ્યા છે. કે નારાજ લોકો પક્ષ વિરૂધ્ધી પ્રવૃતિ કરશે તો તેના વિરૂધ્ધ કડક કાર્યવાહી થશે ત્યારે જોવુ રહ્યુ ભાજપને આ નારાજગી કેટલી મોંધી પડે છે.