Home Current જાણીતી ઉદ્યોગીક પેઢી ખીમજી રામદાસ ના ‘કનકસેઠ’નુ નિધન! શેખનો ખીતાબ મેળવ્યો હતો;

જાણીતી ઉદ્યોગીક પેઢી ખીમજી રામદાસ ના ‘કનકસેઠ’નુ નિધન! શેખનો ખીતાબ મેળવ્યો હતો;

4329
SHARE
કચ્છમાં દાતાર તરીકે નામો યાદ કરવામાં આવે તો ચોક્કસ માંડવીના ખીમજી રામદાસ પેઢીનુ નામ પણ યાદ આવે વર્ષો પહેલા માંડવીથી મસ્કત(ઓમાન) સ્થાયી થયેલા પરિવારનો વતન પ્રેમ હમેંશા કચ્છમાં યાદ કરાય છે. આજ પેઢીના કનકસિંહ ગોકુળદાસ અને કનકસેઠના હુલામણા નામે જાણીતા ઉદ્યોગપત્તી અને દાત્તારનુ ટુંકી બિમારી બાદ નિધન થયુ છે. તેમના નિધનથી માંડવીમા શોક ફેલાયો છે. કચ્છમાં અનેક સ્કુલ,કોલેજ અને ધાર્મીક કાર્યો માટે દાન આપવા હમેંશા તેઓ આગળ પડતા રહ્યા છે. આજે તેમના નિધનના સમાચારથી માંડવી સહિત સમગ્ર કચ્છમાં શોક ફેલાયો છે. જો કે તેમનુ નિધન ક્યા થયુ તે અંગે હજુ ચોક્કસ માહિતી સામે આવી નથી પરંતુ કોચીનમાં તેમની સારવાર ચાલતી હોવાનુ સામે આવ્યુ છે. દેશ અને વિદેશમાં અનેક વેપારી પ્રતિષ્ઠાનો સાથે તેઓ સંકડાયેલા છે અને ઓમાન રોયલ ફેમીલી સાથે તેમનો ધરોબો રહ્યો છે. વડાપ્રધાનની ઓમાન મુલાકાત સમયે પણ તેમના કાર્યોની નોંધ લઇ વડાપ્રધાને તેમને યાદ કર્યા હતા. ઓમાન રોયલ ફેમીલી તરફથી શેખનો ખીતાબ મેળવનાર તેઓ એકમાત્ર વ્યકતિ હતા થોડા વર્ષો પહેલાજ તેઓ પરિવાર સાથે માદરે વતન આવ્યા હતા જેની યાદો હજુ પણ માંડવીના માનસપટ પર છે. અને તેઓ હમેંશા માંડવીની વિદેશમા રહીને પણ ચિંતા કરતા આવ્યા છે તેમના નિધનથી માંડવીમાં શોક ફેલાયો છે. અને કચ્છે એક દાતા ગુમાવ્યા છે. મસ્કતમાં ક્રિકેટ ક્ષેત્રે પણ તેઓએ ધણુ યોગદાન આપ્યુ છે.