કચ્છમાં એનેક ઉદ્યોગગૃહો સામે સ્થાનીક ગ્રામજનોની પ્રદુષણ ફેલાવતા હોવાની ફરીયાદો છે. જો કે તેમા કોઇ કાર્યવાહી ન થતા અનેક વિસ્તારોમાં ખેડુતો અને પશુપાલકો માટે મુશ્કેલ સ્થિતી ઉભી થઇ છે. જો કે છેલ્લા 10 વર્ષથી ભચાઉ તાલુકાના ચીરઇ નજીક આવેલી ખેતીની જમીનમાં 3 કંપની દ્રારા મીઠાનુ પાણી છોડોતા ખેડુતોની જમીન બિન ઉપજાવ બની છે. જો કે કેટલાક ખેડુતો અને જમીન માલિકોને આ અંગે વળતર પર ચુકવાયુ છે. પરંતુ કેટલીક વિસ્તારોમાં ખેડુતોની જમીન પર કંપની દ્રારા બરોકટોક પાણી છોડાઇ રહ્યુ છે. જે અંગે સ્થાનીક તંત્રથી લઇ મુખ્યમંત્રી સુધી રજુઆતો કરાઇ પરંતુ ખેડુતોને ન્યાય મળ્યો નથી. ત્યારે આવાજ ઉદ્યોગગૃહોની મનમાની અને તંત્રના મૌનથી થાકી ખેડુતોએ ચુંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે
રજુઆત કરી થાક્યા હવે ચુંટણી બહિષ્કાર!
ચીરઇ ગામ નજીક આવેલી સર્વે નંબર-188 માં સયુક્ત કબ્જાની જમીન ધરાવતા ખેડુતો છેલ્લા 10 વર્ષથી આ અંગે સ્થાનીક તંત્ર,કલેકટર અને છેક મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છે. પરંતુ ખેડુતોની જમીન પર છોડાતુ પાણી બંધ કરાયુ નથી. આજે ખેડુતોએ સ્થાનીક લોકો સાથે મળી ચુંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. વિજયસિંહ કરણુભા જાડેજા સહિતના અન્ય ખેડુતોની ફરીયાદ છે. કે તેમની જમીન પર બાજુમાં આવેલી અંકુર કેમફુડ,ઇન્ડોબ્રાન્ડ,તથા શ્રી રામફુડ દ્રારા 10 વર્ષથી પાણી છોડાય છે. જે હજુ પણ ચાલુ છે જેથી ખેડુતોની જમીન બિન ઉપજાવ બની છે. જેથી કંપની સામે કાર્યવાહી માટે વિવિધ તંત્રમાં લેખીત ફરીયાદો કરાઇ છે. પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. તો પ્રદુષણ વિભાગ પણ આંખ આડા કાન કરી રહ્યુ હોય જેથી ના છુટકે ખેડુતોને ચુંટણી બહિષ્કારનો નિર્ણય કરવો પડ્યો છે જમીનમાં પાણી છોડ્યા બાદ કેવી સ્થિતી છે. તે દ્રશ્ર્યો જ બતાવી આપે છે.
આજે બંજર જમીન પર જઇ ખેડુતોએ વિરોધ કર્યો હતો. અને ચુંટણી બહિષ્કારના બેનરો સાથે અસરગ્રસ્ત તમામ લોકોએ ચુંટણી બહિષ્કાર કરી ન્યાયીક કાર્યવાહીની માંગ કરી હતી. તો ખેડુતોનો આક્ષેપ છે કે મોટા મીઠી ઉદ્યોગ નેતાઓ ફરીયાદ પછી યેનકેન પ્રકારે તંત્રને કાર્યવાહી કરતા રોકી રહ્યા છે. જેથી ના છુટકે ગાંધી ચિધ્યા માર્ગે ચુંટણી બહિષ્કાર કરવાની ફરજ પડી છે ત્યારે જોવુ રહ્યુ તંત્ર હવે કેવા પગલા લઇ કાર્યવાહી કરે છે.?