કેડરબેઝ અને સીસ્તબંધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમા પણ જુથ્થવાદ ચરમસીમાં છે. તેમાય જ્યારે વાત ચુંટણીની હોય ત્યારે ભાજપમાં પણ ધણા ખેલ થાય છે. જો કે નવા બનેલા પ્રદેશ પ્રમુખ પોતાના કડક મીજાજને લઇને જાણીતા બન્યા છે. ગઇકાલે જે રીતે ભાજપે પાર્ટીમા બે હોદ્દા ધરાવતા 44 ચુંટણી લડનાર ઉમેદવારોના રાજીનામા લઇ લીધા તે રીતે ચુંટણી મતદાન પહેલા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર લોકો સામે હવે ભાજપે તવાઇ બોલાવી છે. જેમાં વિવિધ તાલુકામા પક્ષ વિરોધ્ધી પ્રવૃતિ કરનાર 38 લોકોને ભાજપ સસ્પેન્ડ કર્યા છે. જેઓએ ચુંટણી દરમ્યાન ભાજપ વિરૂધ્ધી પ્રવૃતિ કરી છે. ખાસ કરીને મુન્દ્રા અને અબડાસામાં ભાજપના મોટા માથાઓને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. જેમાં ધમેન્દ્ર જેસર કે જેમણે નગરાપાલિકા ચુંટણીમા ટીકીટ ન મળતા ભાજપ સામે મોરચો ખોલ્યો હતો અને અપક્ષ ઉમેદવારી પણ કરી હતી. તો બીજી તરફ મેસોજી સોઢાએ પણ નારાજગી સાથે ખુલ્લીને ભાજપનો વિરોધ્ધ કર્યો હતો.ભાજપે લીધેલા ત્વરીત નિર્ણયની સમગ્ર કચ્છ જીલ્લામાં ચર્ચા છે. 10-10 તાલુકામાં ભાજપ સામે મોરચો ખોલનાર અને ખુલ્લીને સામે આવનાર તમામ લોકો સામે ભાજપે કડક પગલા લીધા છે
નિચે મુજબના લોકોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે.