Home Current કચ્છના મતદારો ભાજપ સાથે ‘અડીખમ’ 332 બેઠકો પર ભાજપનુ કમળ; 94 પર...

કચ્છના મતદારો ભાજપ સાથે ‘અડીખમ’ 332 બેઠકો પર ભાજપનુ કમળ; 94 પર પંજો

1205
SHARE
મહાનગરપાલિકામાં જે રીતે પરિણામો આવ્યા તે જોતા રાજકીય નિષ્ણાંતો સ્પષ્ટ રીતે માનતા હતા કે સ્થાનીક સ્વરાજની અન્ય પાલિકા-પંચાયતોની ચુંટણીમાં ભાજપ ભવ્ય વિજય મેળવશે અને તેવુજ આજે પરિણામો આવતા ચિત્ર સામે આવ્યુ છે. અબડાસા-લખપતની તાલુકા પંચાયતોની ચુંટણીને બાદ કરતા તમામ મોરચે ભાજપે સત્તા જાળવી રાખી છે. અને ગત વર્ષ કરતા સારૂ પરિણામ મેળવ્યુ છે. અને આંકડાઓ જોતા ભાજપના નવા સુત્ર મુજબ કચ્છમાં મતદારો ભાજપ સાથે અડીખમ રહ્યા છે
કચ્છમાં આજે જાહેર થયેલા પરિણામો
નગરપાલિકા-05
કચ્છની 5 નગરપાલિકા -કુલ બેઠક 196,ભાજપ 168,કોંગ્રેસ 28
-ભુજ નગરપાલિકા-જીત ભાજપકુલ બેઠક 44ભાજપ 36કોંગ્રેસ 8
-માંડવી નગરપાલિકા-જીત ભાજપ,કુલ બેઠક 36-ભાજપ 31કોંગ્રેસ 5
-ગાંધીધામ નગરપાલિકા-જીત ભાજપ,કુલ બેઠક 52,ભાજપ 47કોંગ્રેસ-5
-મુન્દ્રા નગરપાલિકા-જીત ભાજપ કુલ બેઠક 28,ભાજપ 19,કોંગ્રેસ 9
-અંજાર નગરપાલિકા-જીત ભાજપ,કુલ બેઠક 36-ભાજપ 35,કોંગ્રેસ 1
તાલુકા પંચાયત 10
કુલ બેઠક 20,ભાજપ 144,કોંગ્રેસ 58,આપ 1,અન્ય 1
-ભચાઉ તાલુકા પંચાયત- જીત ભાજપ,કુલ બેઠક 20,ભાજપ 16,કોંગ્રેસ 4
-ભુજ તાલુકા પંચાયત-જીત ભાજપ,કુલ બેઠક 32,ભાજપ 24,કોંગ્રેસ 8
-ગાંધીધામ તાલુકા પંચાયત-જીત ભાજપ-કુલ બેઠક 16,ભાજપ 12,કોંગ્રેસ 3,આપ 1
-લખપત તાલુકા પંચાયત-જીત કોંગ્રેસ,કુલ બેઠક 16,ભાજપ 7,કોંગ્રેસ 9
-અબડાસા તાલુકા પંચાયત-જીત કોંગ્રેસ,કુલ બેઠક 18,ભાજપ 8,કોંગ્રેસ 10
-રાપર તાલુકા પંચાયત-જીત ભાજપ,કુલ બેઠક 24,ભાજપ 21,કોંગ્રેસ 3
-મુન્દ્રા તાલુકા પંચાયત,જીત ભાજપ,કુલ બેઠક 18,ભાજપ 10,કોંગ્રેસ 8
-અંજાર તાલુકા પંચાયત-જીત ભાજપ,કુલ બેઠક 20,ભાજપ 15,કોંગ્રેસ 5
-માંડવી તાલુકા પંચાયત-જીત ભાજપ,કુલ 20 બેઠક,ભાજપ 17,કોંગ્રેસ 2,અન્ય 1
-નખત્રાણા તાલુકા પંચાયત-જીત ભાજપ,કુલ બેઠક 20,ભાજપ 14,કોંગ્રેસ 6
કચ્છ જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકોમાંથી ભાજપ 32 જ્યારે કોંગ્રેસ 8 બેઠકો પર વિજય મેળવ્યો છે. જો કે ધણી બેઠકો પર અપસેટ પણ સર્જાયા છે જેનુ તબક્કાવાર અપડેટ ન્યુઝ4 કચ્છના માધ્યમથી આપને મળશે જો કે રાજકીય પાર્ટીઓએ જીત બાદ પોતાના વિસ્તારોમાં વિજય રેલી યોજી કાર્યક્રરો સાથે જીતની ઉજવણી કરી હતી.