હાઇકોર્ટની ફટકાર પછી હવે ગુજરાત સહિત જ્યા-જ્યા કેસો વધી રહ્યા છે. ત્યા સરકાર અને તંત્ર આરોગ્ય વ્યવસ્થા સુનીયોજીત કરવા વધુ સક્રિય થયુ છે. આજે રાજ્યના મંત્રી-સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતી વચ્ચે કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલમાં સમિક્ષા સાથે બેઠક આયોજીત કરાઇ હતી અને જરૂરી સુચનો સાથે આગામી સમયની પરિસ્થિતી પહોંચી વળવા માટે મક્કમતા દર્શાવાઇ હતી. જો કે તે વચ્ચે આજે કચ્છના વધુ કેટલાક ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન અંગે નિર્ણય કર્યા હતા. જેમાં પધ્ધર ધાણેટી સહિતના ગામોએ લોકડાઉન અંગે તૈયારી દર્શાવી હતી. તો બીજી તરફ જે શહેરોએ સ્વૈચ્છિક રીતે લકડાઉન જાહેર કર્યુ હતુ. ત્યા અસર દેખાઇ હતી તે વચ્ચે આજે કચ્છમાં વધુ 58 કેસ પોઝીટીવ આવ્યા છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાના પ્રયાસોથી સમરસ કેન્દ્ર ખાતે 100 બેડનો કોવીડ સેન્ટર તૈયાર કરી સુપ્રત કરાયો હતો તો જીલ્લા કલેકટરે જાહેરનામુ પ્રસિધ્ધ કરી કોવીડ ગાઇડલાઇન અંગેની માહિતી પ્રસિધ્ધ કરી હતી.
કચ્છમાં વધુ 1126 બેડની સુવિદ્યા તૈયાર
કચ્છ જિલ્લામાં કોવિડ-૧૯ના પોઝીટીવ દર્દીઓને સરળતાથી સારવાર ઉપલબ્ધ થાય તે માટે વિવિધ ડેડીકેટેડ હોસ્પિટલોની સ્થાપિત કરવામાં આવેલ છે અને જરૂરીયાત મુજબ પથારીઓની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહેલ છે. છેલ્લા દશ દિવસમાં ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ- (૩૩૭ બેડ), ડેડીકેટેડ કોવિડ હેલ્થ કેર – કોવિડ કેર સેન્ટરમાં (૬૩૮ બેડ) અને કોવિડ-૧૯ એમ્પ્પેનેલ્ડ પ્રાઈવેટ હોસ્પિટલ-(૧પ૧ બેડ) મળીને કુલ ૧૧ર૬ જેટલી પથારીઓની ક્ષમતા કોવિડ-૧૯ સારવાર માટે વધારી સુનિશ્ચિત કરાયેલ છે. હાલે કચ્છ જિલ્લામાં કુલ ૩૩ ફેસીલીટીમાં ૧૮૬૧ જેટલી પથારીઓની ક્ષમતા સાથેની હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર, એમ્પેનલ્ડ પ્રાઈવેટ હોસ્પિટલને કોવિડ – ૧૯ દર્દીઓની સારવાર માટે સ્થાપિત કરવામાં આવેલ છે, તેવુ માહિતી વિભાગની પ્રેસયાદીમા જણાવાયુ હતુ
કચ્છમાં આજે કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. અને 58 કેસ પોઝીટીવ આવ્યા છે. છેલ્લા 4 દિવસથી કચ્છમાં 50થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. અને 2 મોત થઇ રહ્યા છે. જો કે આજે તંત્રની યાદી મુજબ કચ્છમાં 3 મોત નોંધાયા છે. અને સાથે કુલ મૃત્યઆંક 92 પર પહોચ્યો છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા 448 પર પહોંચી છે. અંજારમાં સૌથી વધુ 17 ભુજમાં 13 જ્યારે,ગાંધીધામમાં 10 કેસ પોઝીટીવ નોંધાયા છે