ગુજરાતમાં પણ હવે સ્થિતી મહારાષ્ટ્ર જેવી થતી જાય છે. ગુજરાતમા ઓલટાઇમ હાઇ આજે 10,000 ઉપર પોઝીટીવ કેસો સામે આવ્યા છે. ત્યારે કચ્છમાં પણ 94 પોઝીટીવ કેસો નોંધાયા છે. ચિંતાજનક રીતે શહેરી વિસ્તારોમાં કેસોની સંખ્યા વધી રહી છે. આજે પણ ભુજ,ગાંધીધામ અને અંજારમાં સૌથી વધુ કેસો સામે આવ્યા છે. જેમાં ભુજ શહેરમાં 25 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 4 કેસો પોઝીટીવ આવ્યા છે. તો ગાંધીધામ શહેરમાં 19 કેસ પોઝીટીવ આવ્યા છે. અંજારમાં સ્થિતી કઇક એવી છે. કે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર બન્નેમાં એકસરખા 11 કેસો પોઝીટીવ આવ્યા છે. આ સાથે કચ્છમાં એક્ટીવ કેસ અત્યાર સુધીના સૌથી વધુ 731 નોંધાયા છે જે દર્શાવે છે. કે કચ્છમાં પણ હવે સ્થિતી સામાન્ય નથી કચ્છમાં આજે 5 કેસ નોધાયા છે. અને કુલ મૃત્યુના આંક 107 પર પહોંચી ગયો છે. જો કે એક તરફ કેસો વધી રહ્યા છે. તે વચ્ચે રાત્રી કર્ફયુ દરમ્યાન તો લોકો નિયમોનુ કડક પાલન કરી રહ્યા છે. પરંતુ સવારે બજારોમા સ્થિતી કઇક અલગ હોય છે. આજે ખુદ જીલ્લા પોલિસવડા ભુજની બજારોમાં નિકળ્યા હતા અને માસ્ક ન પહેરતા લોકો સામે દંડનીય કાર્યવાહી સાથે વેપારીઓને નિયમોના પાલન માટે અપિલ કરી હતી. અને સોસીયલ ડિસ્ટન્ટના પાલન માટે તાકીદ કરી હતી. કચ્છમાં જે રીતે લોકો જાગૃતિ દર્શાવી રહ્યા છે. અને સ્વૈચ્છિક લોકડાઉન માટે અનેક ગામ શહેરોએ પહેલ કરી છે તે રીતે આજે વધુ ગામડાઓએ સ્થિતી જોઇ સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણય કર્યા છે. રેમડિસિવીર ઇન્જેક્શનની આજે પણ અછત સર્જાઇ હતી અને બપોરના 4 વાગ્યા સુધી લોકોને રાહ જોવી પડી હતી તો તેજ રીતે આજે સોસીયલ મિડીયામાં ભુજની જનરલ હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો હતો જેમાં સરકારી આંકડાઓની સરખામણીએ ભુજની હોસ્પિટલમાં એક સાથે 8 લોકોના શબના દ્રશ્ર્યોથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કચ્છમાં જે રીતે આંકડાઓ સામે આવી રહ્યા છે તે જોતા તંત્રએ હવે કડક નિયમોના પાલન સાથે સુવિદ્યા વધારવા ઝડપ લાવવાની જરૂર છે. સાથે લોકોએ વધુ જાગૃતિની