Home Current કચ્છમાં બેકાબુ કોરોના ને કાબુમાં લાવવા હવે મુન્દ્રામા 5 દિવસ લોકડાઉન; ભુજ...

કચ્છમાં બેકાબુ કોરોના ને કાબુમાં લાવવા હવે મુન્દ્રામા 5 દિવસ લોકડાઉન; ભુજ APMC 10 દિવસ બંધ!

2407
SHARE
ગુજરાતની સાથે કચ્છમાં પણ કોરોનાના વધતા કેસો બેકાબુ બન્યા છે. અને રોજ રેકર્ડબ્રેક કેસો પોઝીટવ નોંધાઇ રહ્યા છે. અને મૃત્યુદર પણ વધ્યો છે. જો કે સરકાર ભલે લોકડાઉન માટે તૈયાર ન હોય પરંતુ ચુંટાયેલા પ્રતિનીધીઓની મદદથી સ્વૈચ્છિક લોકડાઉન માટેની રણનીતી સરકાર નક્કી કરી છે. કચ્છના સાંસદે પણ ગઇકાલે સ્વૈચ્છિક લોકડાઉન માટેની અપિલ કરી હતી. અને કચ્છના ધણા ગામો તે પહેલાથી સ્વૈચ્છિક રીતે લોકડાઉન આપી કોરોના મહામારીને અંકુશમા રાખવા માટેની પ્રયત્નો કરી રહી છે. તે વચ્ચે કચ્છના મુન્દ્રા શહેરમાં ગુરૂવારથી સોમવાર સુધી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઇ છે. દિવસમાં માત્ર આવશ્યક વસ્તુઓ માટે થોડી છુટછાટ અપાઇ છે. મુન્દ્રા પાલિકા પ્રમુખ,વેપારી અગ્રણી અને ધારાસભ્યએ લોકોને લોકડાઉનને સફળ બનાવવા અપિલ કરી છે. તો બીજી તરફ કચ્છની સૌથી મોટી ભુજ APMC પણ તારીખ 30 એપ્રીલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
ભચાઉ,ગાંધીધામ રાપર પછી હવે મુન્દ્રા
ભુજ અને ગાંધીધામમાં 30 તારીખ સુધી રાત્રી કર્ફયુના સરકારના નિર્ણય વચ્ચે કચ્છના ધણા ગામડાઓ અને શહેરોએ કેસોની સંખ્યા વધતા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી હતી. કચ્છના ભચાઉ શહેર ધારાસભ્ય પુત્રની અપિલના પગલે 3 દિવસ બંધ રહ્યુ હતુ. તો રાપરમા પણ વેપારીઓ દ્રારા બંધ અપાતા તેની અસર બજારોમ જોવા મળી હતી. ગાંધીધામમાં પણ રજાના દિવસોમાં વેપારીઓએ સ્વયંભુ બંધ પાડ્યો હતો. ત્યારે આજે મુન્દ્રામાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમા એક બેઠક મળી હતી જેમાં આરોગ્ય અધિકારી બારીયા, જિલ્લા પંચાયત ના સભ્ય વિરમ ગઢવી, બારોઈ વેપારી એસોસીયેશન ના રાજેન્દ્ર ચોથાણી, મુન્દ્રા વેપારી એસોસીયેશન ના પ્રમુખ અબ્દુલ રહીમ ખત્રી,મુન્દ્રા પોલીસ મથક ના પી આઈ એમ.બી.જાની,ટીડીઓ વસંત ચંદે.સહિતના લોકો જોડાયા હતા અને સર્વાનુમત્તે 5 દિવસ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઇ હતી. મુન્દ્રા બારોઈ નગરપાલિકા ના પ્રમુખ કિશોરસિંહ પરમારે જણાવ્યુ હતુ કે સ્વૈચ્છિક લોકડાઉન વચ્ચે જીવન જરૂરી દૂધ સહિતની વસ્તુઓ માટે સવારે 7થી 9અને સાંજે 7થી 9તેમજ શાકભાજી માટે સવારે 7થી 10સુધી ની છૂટ અપાઈ છે તમામ વેપારીઓને જોડાવા અપિલ કરી હતી. તો કોગ્રેસી નગરસેવકે મુન્દ્રામા આવેલી હોસ્પિટલમાં પુરતા બેડ અને ઓક્સીજનની વ્યવસ્થા માટેની રજુઆત કરી હતી
આર્થીક અસરોને ધ્યાને રાખી ગુજરાતમાં લોકડાઉન ન અપાતો હોવાનો નિષ્ણાંતોનો મત છે. જો કે ગુજરાત સહિત કચ્છમા પણ સ્વૈચ્છિક રીતે લોકો લોકડાઉનમાં જોડાઇ રહ્યા છે. કચ્છના નાના ગામડાઓ હોય કે શહેરો સ્વૈચ્છિક લોકડાઉન આપી કોરોનાને માત આપવા પ્રયત્નો કરી રહ્યા છે. ઔદ્યોગીક વિસ્તાર એવા મુન્દ્રામાં લોકડાઉનથી નાના-મોટા ઉદ્યોગને મુશ્કેલી થશે પરંતુ મુન્દ્રાના હિતમાં તમામ આગેવાનોએ લોકડાઉને સફળ બનાવવા આહવાન કર્યુ હતુ. તો બીજી તરફ ભુજ APMC પણ 10 દિવસ માટે બંધ રખાઇ છે