Home Current લે..કચ્છમાં કોરોનાની હાડમારી પણ કોગ્રેસ પ્રમુખે C.R.પાટીલ સહિત 5 સામે ફરીયાદ માટે...

લે..કચ્છમાં કોરોનાની હાડમારી પણ કોગ્રેસ પ્રમુખે C.R.પાટીલ સહિત 5 સામે ફરીયાદ માટે 16 પાનાની અરજી કરી!

1744
SHARE
મુખ્યમંત્રીની મુલાકાત પહેલા અને મુખ્યમંત્રીની મુલાકાત પછી કચ્છમા સ્થિતી જેવી હતી તેવીજ છે. હા ટેસ્ટ વધારતા કેસોની સંખ્યા વધી રહી છે. પરંતુ હજુ પણ ઇન્જેકશનથી લઇ બેડ મેળવવા અને ઓક્સીજન મેળવવા માટે દર્દીઓ સંધર્ષ કરી રહ્યા છે. તો સ્વજનોના મૃત્દેહથી લઇ તેની અંતિમક્રિયા માટે કચ્છમાં લોકોને સંધર્ષ કરવો પડી રહ્યો છે. અને તે વચ્ચે કચ્છ જીલ્લા કોગ્રેસ પ્રમુખે બે સપ્તાહ જુના રેમડેસીવીર ઇન્જેકશન વિવાદમાં FIR નોંધવા માટે 16 પાનાની ફરીયાદ પચ્છિમ અને પુર્વ કચ્છ જીલ્લા પોલિસવડાને આપી છે. આમતો ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે સંકડાયેલો આ મામલો ખુબ ગંભીર હતો અને તે મામલે ભારે વિવાદ પણ થયો હતો પરંતુ તે વચ્ચે કચ્છની સ્થાનીક સમસ્યાઓ મુદ્દે પત્ર વ્યવહાર કરવાના બદલે જીલ્લા કોગ્રેસ પ્રમુખે પ્રાદેશીક મુદ્દે રસ દાખવતા અનેક સવાલો ઉભા થયા છે. કાયદાનુ ભંગ થયો હોય ન્યાયીક અને નૈતીક રીતે આ મામલે ફરીયાદ થવી જોઇએ પરંતુ પ્રદેશકક્ષાએ બહુ ગાજેલા વિવાદમાં કચ્છ જીલ્લા પ્રમુખે આટલા દિવસે કેમ ફરીયાદ નોંધવા રજુઆત કરી તે તેમની પાર્ટીનાજ કાર્યક્રરો સમજી સકતા નથી
કચ્છની સમસ્યા બાજુએ રાખી કેમ આ મુદ્દો
આજે સત્તાવાર રીતે જીલ્લા કોગ્રેસ દ્રારા એક પ્રેસયાદી બહાર પડાઇ હતી સાથે 16 પાનાની FIR નોંધવા માટેની કરાયેલી અરજીની વિગતો જાહેર કરાઇ હતી. જેમાં રેમડેસીવીર ઇન્જેક્શન મામલે સર્જાયેલા વિવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ,ધારાસભ્ય ધારાસભ્ય હર્ષ સંધવી.,નિરંજન જાન્જમેરા,ભરાલાલ શાહ તથા પંકજ પટેલ સામે ફરીયાદ નોંધવા માટેની અરજી કરી છે. જેમાં આઇ.પી.સી.ની વિવિધ કલમો તથા એપેડેમીક એક્ટની વિવિધ કલમો તળે ફરીયાદ નોંધવા માટેની લેખીત રજુઆત કરી છે. જો કે નવાઇ વચ્ચે કચ્છમા મુખ્યમંત્રી આવ્યા તે પહેલાથી અને મુખ્યમંત્રીની કચ્છમા આવી કરાયેલી જાહેરાત પછી પણ સ્થિતી સુધરી નથી તેવામાં સ્થાનીક નેતાઓને અને તંત્રને પત્ર વ્યવહાર કરી સ્થિતી સુધારવાની માંગ કરવાના બદલે કેમ પ્રદેશ પ્રમુખ સહિત કચ્છ બહારના નેતાને જ ટાર્ગેટ કરાયા તે અનેક સવાલો ઉભા કરે છે. કચ્છ કોગ્રેસના પ્રમુખ તરીકે યજુવેન્દ્રસિંહ જાડેજાએ દર્શાવેલી હિંમત ખરેખર આવકારદાયક છે. પરંતુ પ્રદેશ નેતાઓની બેજવાબદારી સામે 16 પાનાનો પત્ર લખનાર કોગ્રેસ પ્રમુખે કચ્છના નેતાઓને બેજવાબદારી મુદ્દે પત્ર લખવાની પણ જરૂર જણાય છે
કચ્છમાં કોરોના મહામારી વચ્ચે પણ રાજકીય ખેંચતાણ ચાલુ છે. અને એક કાંકરે અનેક પક્ષીઓ મારવાનુ નેતાઓ આવી સ્થિતીમાં પણ ચુંકી રહ્યા નથી. તેવામાં જીલ્લા કોગ્રેસ પ્રમુખે મોડે-મોડે પણ પત્ર વ્યવહાર કર્યો છે. જે કચ્છની સ્થાનીક આરોગ્ય સુવિદ્યા પર નહી પરંતુ ધણા દિવસો પહેલા રાજ્યકક્ષાએ સર્જાયેલા એક વિવાદ મામલે ત્યારે સવાલ ચોક્કસ થાય છે. આટલા દિવસો બાદ કેમ જીલ્લા કોગ્રેસ પ્રમુખને ફરીયાદ મામલે જ્ઞાન થયુ કે પછી તેઓ પણ પ્રદેશ નેતાઓની આડમાં કચ્છ ભાજપના કોઇ નેતાને કાંકરો મારી રહ્યા છે. જો કે તે સવાલોનો જવાબ તો જીલ્લા કોગ્રેસ પ્રમુખ જ જાણે પરંતુ તેમની જાહેર પ્રેસયાદીની ચર્ચા તેમની પાર્ટીના કાર્યક્રરોમાં જ છે