મોટો વિસ્તાર હોવા છંતા કચ્છમાં પુરતા પગલા ન લેવાતા અને વહીવટી કૌશલ્યના અભાવે કોરોનાએ કચ્છની હાલત દયનીય કરી છે સમસ્યા-મુશ્કેલી બધાને છે પણ કોઇ પ્રજાકીય પ્રતિનિધિઓને ખુલીને બોલવુ નથી જેની વ્યથા એની કથા એવો ઘાટ કચ્છમા સર્જાયો છે. તેવામા રાજકીય પ્રતિનીધી અને તંત્રના અપુરતા પ્રયાસોની અને મૌનની ચર્ચા તમામ જગ્યાએ છે તો આડકતરી રીતે ખુદ મોટા રાજકીય નેતાઓ પણ પોતાની શક્તિ ટૂંકી પડી રહી હોવાનો સ્વીકાર કરી રહ્યા છે ત્યારે ભુજ તાલુકાના ઝીકડી ગામના સરપંચનો એક ઓડીયો વાયરલ થયો છે જેમાં તે કચ્છના ગામડાઓની સ્થિતીને લઇ સરપંચ સંગઠન અને દરેક ગામના સરપંચોને આગળ આવવા માટે કહે છે અને ભાજપ હોય કે કોગ્રેસ દરેક રાજકીય પાર્ટીના આગેવાનો પર દબાણ ઉભુ કરી ઓક્સિજનનો પુરતો જથ્થો મળે નહી તો કચ્છની કેવી સ્થિતી થશે તેનો ચિતાર આપે છે 3.21 સેકન્ડના વિડીયોમાં દર્દ અને ગળગળા સ્વરમાં તે ચુંટાયેલા પ્રતિનીધીઓની ફરજ પ્રત્યે પણ જણાવી જી હજુરી કરવા કરતા હવે આપણી ફરજ સમજી કાઇક કરવાની અપિલ કરે છે ઓડીયોમાં એક સમયે તેની વાતમાં તેઓ બોલી પણ શકતા નથી આમતો સોસીયલ મિડીયાના માધ્યમથી આ ઓડીયો દરેક પાસે પહોચ્યો હશે પરંતુ કદાચ સમાચારના માધ્યમથી વધુ લોકો સુધી આ સંવાદ પહોચે તે જરૂરી છે કેમકે નૈતીક ફરજ અને કરુણાસભર આ ઓડીયો ક્લીપ કદાચ ચુંટાયેલા પ્રતિનીધી અને તંત્રના આત્માને નવી ચેતના આપે શબ્દોમા વર્ણન કરતા સાંભળો શુ કહ્યુ છે સરપંચ વાલજીભાઇએ કચ્છની વર્તમાન સ્થિતી પર….