Home Current કોરોના મહામારી સામે લડવા કચ્છનુ શિક્ષણ વિભાગ પણ કરશે 1.25 કરોડની આર્થીક...

કોરોના મહામારી સામે લડવા કચ્છનુ શિક્ષણ વિભાગ પણ કરશે 1.25 કરોડની આર્થીક મદદ

621
SHARE
ગુજરાતની સાથે કચ્છમાં પણ કોરોના બેકાબુ બન્યો છે. ત્યારે હવે સરકારની સાથે સ્થાનીક તંત્રને મદદ કરવા માટે સામાજીક સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. લેવા પટેલ સમાજે આરોગ્ય સેવા સજ્જ કરવા માટે આર્થીક અનુદાન માટે સમાજમાં ટહેલ કરી છે. અને કરોડો રૂપીયા એકઠા થઇ રહ્યા છે. ત્યારે કોરોના મહામારીમાં કચ્છની આરોગ્ય સેવા સુદ્દઢ કરવા માટે શિક્ષણ વિભાગે પણ એક પહેલ કરી છે. કચ્છમાં પ્રાથમીક અને માધ્યમીક શિક્ષણ વિભાગના તમામ કર્મચારીઓ મે માસમાં પોતાનો એક દિવસનો પગાર સ્થાનીક તંત્રને મદદ માટે અપાશે જીલ્લા માધ્યમીક અને પ્રાથમીક શિક્ષણ અધિકારી બી.એન પ્રજાપતીએ જણાવ્યુ છે. કે પ્રાથમીક તથા માધ્યમીક શિક્ષણના તમામ કર્મચારીઓ એક દિવસનો પગાર કચ્છમાં વેન્ટીલેટર,ઓક્સિજન તથા અન્ય આરોગ્યલક્ષી વ્યવસ્થાને મજબુત કરશે તેવો નિર્ણય લેવાયો છે. જેનો આર્થીક આંક 1.25 કરોડ અંદાજીત થાય છે. આ માટેની એક બેઠકમાં નિર્ણય કરાયા બાદ નયનસિંહ જાડેજા,કેરાણા ગોહિલ,હરિસિંહજી જાડેજા,ખેતસી ગજરા,રામસંગજી જાડેજા,રમેશભાઇ ગાગલ,જે.સી.પાઠક,ઉર્મીલ હાથી,ચેતન બાડમેરા દિવ્યરાજસિંહ જાડેજા સહિત વિવિધ સંધના હોદ્દેદારો આ નિર્ણયને આવકારી વધાવ્યો હતો. કચ્છમાં પણ કોરોના વિકટ બની રહ્યો છે. ત્યારે દિવસ-રાત જોયા વગર આરોગ્ય કર્મીઓ અને તંત્ર કામ કરી રહ્યુ છે ત્યારે સેવાના યજ્ઞમાં આહુતી સમાન આ નિર્ણય લેવાયો છે. તેવુ શિક્ષણ વિભાગની યાદીમા જણાવાયુ હતુ કચ્છમાં સામાજીક-રાજકીય અને ઉદ્યોગીક ગૃહો મદદ માટે આગળ આવ્યા છે ત્યારે હવે શિક્ષણ વિભાગ પણ આ લડાઇમાં આર્થીક સહયોગ માટે જોડાયુ છે.