Home Current કચ્છમા 173 પોઝીટીવ કેસ 5 મોત જાણો કોરોના મહામારી વચ્ચે કચ્છમાં આજે...

કચ્છમા 173 પોઝીટીવ કેસ 5 મોત જાણો કોરોના મહામારી વચ્ચે કચ્છમાં આજે શુ થયુ?

1092
SHARE
કચ્છમાં પણ કેસો ધટવાનુ નામ નથી લઇ રહ્યા કચ્છના બે મથકો ભુજ અને ગાંધીધામમાં આજે પણ સર્વાધીક કેસો નોંધાયા છે. ભુજમા 39 જ્યારે ગાંધીધામમાં 40 કેસ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમા નોંધાયા છે ત્યાર બાદ માંડવીમાં 22 અને ભચાઉમાં 18 કેસ નોંધાયા છે કચ્છમાં આજે 5 લોકોના મૃત્યુ થયા છે અને સાથે એક્ટીવ કેસની સંખ્યા 2851 પર પહોંચી છે જો કે તે વચ્ચે ચુંટાયેલા પ્રતિનીધી અને તંત્રએ કેટલાક નવા નિર્ણયો સાથે સુવિદ્યા વધારવા પર કામ કર્યુ છે. તો ભુજની સમરસ હોસ્ટેલમા ઉભી કરાયેલી કોવીડ હોસ્પિટલમાં અસુવિદ્યા મુદ્દે પુતળાદહનનો કાર્યક્રમ થયો ન હતો પરંતુ તંત્રને આ અંગે દલિત અધિકાર મંચે રજુઆત કરી હતી. તો ભુજના વેપારીઓ કાલે તંત્રને પોતાની માંગણીઓને લઇ રજુઆત કરશે
જાણો કોરોના વચ્ચે આજના દિવસે શુ થયુ ?
-કચ્છમા આજે શહેરની મુખ્ય તમામ કચેરી અને મહત્વના સ્થળો પોલિસ છાવણીમાં ફેરવાઇ ગયા હતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આજે મુખ્યમંત્રીના પુતળા દહનની ચિમકી આપી હતી જેને લઇ તંત્રના અધિકારી સહિત જાહેર માર્ગો પર બંદોબસ્ત ગોઠવાયો હતો જો કે ત્યાર બાદ પુતળાદહન નહી સ્થાનીક તંત્રને રજુઆત કરાઇ હતી જો કે તે વચ્ચે પોલિસના કિંમતી કલાકો બગળ્યા હતા.
-જન્મ મરણ નોંધણીની પ્રક્રિયા હાલ રાજય સરકારના વેબ પોર્ટલ ઈ-ઓળખમાં કરવામાં આવે છે. આ નોંધણી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન છે. જેથી દરેક હોસ્પિટલમાં બનતા જન્મ કે મરણના બનાવોની નોંધ ઈ-ઓળખ પોર્ટલ પર કરવામાં આવે છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી રાજય સરકાર દ્વારા આજ પોર્ટલ પરથી જાહેર જનતાને ઘરે બેઠા જન્મ કે મરણના પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કરી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં અરજદાર જન્મ કે મરણનું પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે એમાં કોઇ સુધારો વધારો કરી શકશે નહીં. જયારે કોઇ હોસ્પિટલમાં જન્મ કે મરણનો બનાવ બને તો સબંધિતોએ પોતાના રજીસ્ટ્રર મોબાઇલ નંબર લખવાના રહેશે જેથી પ્રમાણપત્ર સરળતાથી ડાઉનલોડ થઇ શકે અથવા હોસ્પિટલ પાસેથી અરજી નંબર પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે. અરજદારોએ http://eolakh.gujarat.gov.in/DownloadCertifiacate_Citizen.aspx અથવા http://eolakh.gujarat.gov.in/ વેસબાઇટ પર જઇ સીનીઝન કોર્નર માં ડાઉનલોડ સર્ટિફિકેટ પર કિલક કરી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે તેવું જિલ્લા રજીસ્ટ્રાર (જન્મ-મરણ) વ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભુજ-કચ્છ. દ્વારા જણાવાયું છે.
-ગંગા સ્વરૂપ આર્થિક સહાય (વિધવા સહાય) યોજના માટે તા.૮-૫-૨૧ સુધી વોટ્સએપથી અરજી કરવા અનુરોધ COVID-19ની પરિસ્થીતીને ધ્યાને લઇ બહેનોને મુસાફરી ન કરવી પડે અને ઘરે બેઠા સુવિધા મળી રહે તે માટે અત્રેની કચેરી દ્વારા વોટસ એપ નંબર જાહેર કરવામાં આવે છે કચ્છ જિલ્લામાં આવા કોઇ અરજદાર બહેન હોઇ કે જેમને સહાય મળતી નથી અથવા તો અગાઉની સહાય બાકી છે તેમણે ૦૮.૦૫.૨૦૨૧ સુધીમાં મામલતદાર કચેરી તરફથી આપવામાં આવેલ મંજુરી હુકમ, આધાર કાર્ડ, બેંક/પોસ્ટ ખાતાની બુકના પ્રથમ પાનાની નકલ આ તમામ ડોક્યુમેન્ટનો વ્યવસ્થિત ફોટો પાડી અને લાભાર્થીના મોબાઈલ નંબર સાથે અત્રેની કચેરીના Whatsapp નંબર ૯૦૬૭૫ ૮૭૮૯૭ પર મેસેજ કરવો અથવા તો પોતાના તાલુકાની મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી સંભાળતા ક્લાર્ક/ઓપરેટરનો સંપર્ક કરવો વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી કચ્છના સંપર્ક નં-૦૨૮૩૨-૨૩૦૦૧૦ પર સંપર્ક કરવો. તા.૧૦.૦૫.૨૦૨૧ પછીથી મળેલી દરખાસ્ત ધાને લેવાશે નહી જેની નોંધ લેવા જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલ દ્વારા જણાવાયું છે
-કચ્છમાં ચુંટાયેલા પ્રતિનીધીઓ કામ નથી કરતા તેવી લોક ફરીયાદ વચ્ચે આજે ગુજરાત સરકારમાં પ્રતિનીધીત્વ કરતા મંત્રી વાસણ આહિરે આજે અંજાર વિસ્તારમાં ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવા માટે 25 લાખ રૂપીયાની જાહેરાત પોતાની ગ્રાન્ટમાંથી કરી છે જેથી ભવિષ્યમાં ઓક્સિજનની અછત કચ્છમાં ઉભી ન થાય
-સરકારના રાત્રી કર્ફયુ સાથે સવારે આવશ્યક વસ્તુઓ ખુલ્લી રાખવાના નિર્ણય વચ્ચે ભુજમાં અડધી દુકાનો ખુલ્લી અને લોકોની અવર-જવર રહેતા આજે વિવિધ વેપારી એસોસીયેશને મીટીંગનુ આયોજન કર્યુ હતુ અને આવતીકાલે તેઓ કલેકટરને 50 ટકા દુકાનો ખુલ્લી રાખવા અથવા કોઇ યોગ્ય નિર્ણય માટે રજુઆત કરશે વેપારીઓની માંગ હતી કે સરકારને સંપુ્ર્ણ સમર્થન છંતા કોરોનાના કેસો પણ વધી રહ્યા છે અને ક્યાક દુકાનો ખુલ્લી ક્યાક બંધ રહેતા વેપાર પર અસર પડી રહી છે.