Home Current કચ્છમાં મેધમહેર; અંજારમાં તોફાની 4 ઇંચ મુન્દ્રા,ગાંધીધામ,ભુજમાં પણ વરસાદથી આવ્યા નવા નીર...

કચ્છમાં મેધમહેર; અંજારમાં તોફાની 4 ઇંચ મુન્દ્રા,ગાંધીધામ,ભુજમાં પણ વરસાદથી આવ્યા નવા નીર !

1192
SHARE
રાજ્યભરમાં ચૌમાસુ બેસી ગયુ છે. અને વિવિધ જીલ્લાઓમાં ભારે વરસાદના મંડાણ થયા છે ત્યારે કચ્છમાં પણ સતત 3જા દિવસે મેધમહેર જારી છે. કચ્છમાં સામાન્યત વરસાદ અષાઢીબીજ આસપાસ પડવાની શરૂઆત થાય છે. જો કે ચાલુ વર્ષે કચ્છમાં વરસાદના વહેલા મંડાણ થયા છે. બે દિવસ પહેલા રાપરથી શરૂ થયેલી મેધસવારી સમગ્ર કચ્છમાં 3 દિવસથી ફરી રહી છે. અને નખત્રાણા,ભુજ,અંજાર,ગાંધીધામ ભચાઉ સહિત વિવિધ વિસ્તારોમા મહેર કરી રહી છે. આજે સવારે ગાંધીધામમાં સવારથીજ વરસાદી માહોલ વચ્ચે માત્ર બે કલાકમા દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને લઇને ભારતનગર જેવા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો સવારથી ભુજમાં ઝરમર વરસાદ છેક મોડી સાંજ સુધી ચાલુ રહ્યો હતો. જો કે અંજારમાં 2થી4 દરમ્યાન વરસાદનુ રોદ્રરૂપ જોવા મળ્યુ હતુ અને માત્ર બે કલાકમા 4 ઇંચ વરસાદ પડતા શહેરના નિચાણવાળા વિસ્તારોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો મુન્દ્રામા પણ બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તાલુકાઓમાં પડેલા સારા વરસાદથી અનેક તળાવો અને ડેમોમાં નવાનીરની આવક થઇ હતી. અંજારમાં નવી બની રહેલી કેરી માર્કેટના નવા બાંધકામને અસર પડી હતી તો એ.પી.એમ.સીમાં પડેલા માલને પણ નુકશાની ગઇ હતી.. તે સિવાય વરસાદથી મુશ્કેલીના કોઇ વાવડ નથી. ડીઝાસ્ટ્ર વિભાગ તરફથી મળેલા સત્તાવાર આંકડા મુજબ કચ્છમાં તાલુકા મથકોએ નોંધાયેલ વરસાદ અંજાર-122MM,ભચાઉ-23MM, ભુજ-10MM, ગાંધીધામ-77MM,મુન્દ્રા-38MM અને રાપરમાં 12MM વરસાદ નોંધાયો હતો. કચ્છના મુખ્ય તાલુકા મથકો ઉંપરાત ગ્રામ્ય વિસ્તારોમાં પેડલા ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણીના ભારે પ્રવાહ જોવા મળ્યા હતા