Home Current મુન્દ્રા નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની ભાજપ હાયહાયના નારા લાગ્યા બાદ પોલિસે...

મુન્દ્રા નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની ભાજપ હાયહાયના નારા લાગ્યા બાદ પોલિસે વચ્ચે આવવુ પડ્યુ

2299
SHARE
મુન્દ્રાની મળેલી સામાન્ય સભા આજે તોફાની બની હતી છેલ્લા ધણા સમયથી પાલિકા 80 કરોડ રૂપીયાના જમીન ગેરરીત મામલે ચર્ચામા છે. તેવામાં આજે સામાન્ય સભામાં વિપક્ષ સાથે કોઇ મુદ્દે ચર્ચા ન થતા સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે મિનિટ્સ માં છેડછાડ કર્યાના પણ આક્ષેપ કરતાં મામલો ગરમાયો હતો મુન્દ્રા બારોઇ નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં કારોબારી ચેરમેન સહિત વિવિધ હોદ્દેદારો અને સમિતીના ચેરમેનની વરણી પણ કરાઇ હતી. જેમાં કારોબારી ચેરમેન તરીકે ડાહ્યાલાલ આહીરની વરણી થઇ હત મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ગત સામાન્ય સભા માં 80કરોડનો જમીન કૌભાંડ છવાયો હતો તેવાજ અન્ય મુદ્દાઓને લઇ આજે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો આજની સામાન્ય સભામાં વિપક્ષે વિવિધ મુદે રજૂઆત કરતાં સુધરાઈ પ્રમુખ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા અને પોલીસ એ વચ્ચે પડી પરિસ્થિતિ થાળે પાડવી પડી હતી..સામાન્ય સભા પૂર્ણ થયા બાદ વિપક્ષે સુધરાઈ ના સતાધિશો પર ભ્રષ્ટાચાર ના આક્ષેપો કર્યા હતા અને ભાજપ હાયહાયના નારા પણ લાગ્યા હતા. વિપક્ષ ના ઇમરાન જત, જાવેદ પઠાણ, અને કાનજી સોંધરા એ મિનિટ્સ માં છેડ છાડ થઈ હોવાનો આક્ષેપ કરતાં સભા તોફાની બની હતી અને પોલીસ ની દરમ્યાન ગીરી થી મામલો થાળે પડ્યો હતો આજની સામાન્ય સભા માં સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ એ જણાવયું હતું કે જેરામસર તળાવથી સાડાઉ રોડ પર આવેલ પાવાપુરી સુધીના માર્ગ ને મહારાણા પ્રતાપ માર્ગ નામ આપવાનો ઠરાવ કર્યો છે. તેમજ બારોઇ રોડ પર આવેલ સેન્ટ ઝેવીઅર્સ રોડ ને છત્રપતિ શિવાજી માર્ગ નામ આપવાનો ઠરાવ કરાયો છે. આજની સભા માં સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ પરમારે સરકાર શ્રી ની મંજૂરી થી સુધરાઈના સીઓ અને પ્રમુખ માટેના 10 લાખના વાહનની ખરીદીનો ઠરાવ કર્યો હતો.. ત્યારે વિપક્ષ ના ઇમરાન જત એ હાલ ની કોરોના ની વિકટ પરિસ્થિતિ માં સુધરાઈ એ આવાખર્ચ ન કરી આમ જનતા માટે ખર્ચ કરવાનું તેમના વિકાસ માટે ઉપયોગ કરવા જણાવ્યુ હતુ આમ વિવિધ મુદ્દાઓને લઇને આજની સામાન્ય સભા તોફાની રહી હતી આજની સભામાં વિવિધ સમિતિઓ માં સૅનેટાઇઝએશન સમિતિ ના ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા, પાણી સમિતિ ના ભોજરાજ ભાઈ ગઢવી, ટ્રાન્સપોર્ટ સમિતિ ના ચેરમેન તરીકે અલ્પાબા ચુડાસમા,, વેરા વસુલાત સમિતિ ના ચેરમેન તરીકે દિલીપ ભાઈ ગોર, સાંસ્કૃતિક સમિતિ ના ચેરમેન તરીકે તૃપ્તિ બેન ઠક્કર તેમજ અન્ય સમિતિ ના ચેરમેનો ની વરણી પણ કરાઇ હતી. એક સમયે મામલો ઉગ્ર બન્યો હતો પરંતુ પોલિસે સ્થિતી કાબુમાં રાખી હતી.