Home Current પુર્વ કચ્છમાં ખાણખનીજ વિભાગનો સપાટો સામખીયાળી-લાકડીયા નજીકથી 21 ખનીજચોરી કરતા વાહનો સીઝ

પુર્વ કચ્છમાં ખાણખનીજ વિભાગનો સપાટો સામખીયાળી-લાકડીયા નજીકથી 21 ખનીજચોરી કરતા વાહનો સીઝ

1354
SHARE
પચ્છિમ કચ્છમાં પોલિસની કડક નઝર હેઠળ ખનીજ ચોરો પર લગામ છે પરંતુ પુર્વ કચ્છમાં બેફામ રીતે જાણે ખનીજચોરો સક્રિય હોય તેમ આજે ખાણ-ખનીજ વિભાગે પુર્વ કચ્છમા ચાઇનાક્લે ખનીજનુ બેફામ પરિવહન કરતા 21 વાહનો સીઝ કર્યા છે. આજે વહેલી સવારે સામખીયાળી નજીક ખાણખનીજ વિભાગે 4 વાહનો ચાઇનક્લે પરિવહન કરતા ઝડપી પાડ્યા હતા અને સીઝ કરી સામખીયાળી પોલિસને સોપ્યા હતો તો વધુ તપાસ કરતા લાકડીયા નજીક આવેલી એપેક્ષ હોટેલ પાસે વધુ 17 વાહનો જપ્ત કરી સીઝ કર્યા હતા. રાપર વિસ્તારથી આ વાહનો આવ્યા હોવાનુ પ્રાથમીક સપાટી પર આવ્યુ છે નોટીસ બજવણી કરી ગેરકાયદેસર ચાઇનાક્લે પરિવહન કરતા વ્યક્તિઓ સામે દંડની કાર્યવાહી કરાશે તેવુ ખાણ-ખનીજ વિભાગે જણાવ્યુ હતુ. કચ્છમાં એકજ દિવસમાં આટલી મોટી કાર્યવાહી ખાણખનીજ વિભાગે કરી હોય તેવુ પ્રથમવાર થયુ છે. પચ્છિમ કચ્છમાં પણ પાછલા દિવસોમાં ફ્લાઇગ સ્કોડ દ્રારા ગેરકાયેદસર ખનીજ પરિવહન પર કાર્યવાહી કરાઇ હતી તેવામાં પુર્વ કચ્છમાં ખાણખનીજ વિભાગે કાર્યવાહી કરતા ખનીજ ચોરીમાં ફફડાટ ફેલાયો છે. જો કે સુત્રોનુ માનીએ તો વાગડ વિસ્તારમા બેફામ રીતે ખનીજ ચોરી થઇ રહી છે ત્યારે કડક કાર્યવાહી ચાલુ રહે તેવી માંગ છે. ખાણખનીજ અધિકારી વાડાના માર્ગદર્શન હેઠળ પ્રણવસિંગ સહિતના અધિકારીઓ કાર્યવાહીમા જોડાયા હતા