Home Current કચ્છમાં વરસાદ જામે છે. મુન્દ્રા-નખત્રાણા-માંડવી-ભુજમાં ધોધમાર; બજારો પાણી પાણી-જુવો; વિડીયો

કચ્છમાં વરસાદ જામે છે. મુન્દ્રા-નખત્રાણા-માંડવી-ભુજમાં ધોધમાર; બજારો પાણી પાણી-જુવો; વિડીયો

1875
SHARE
અષાઢીબીજના સુકન સાચવી ગાજવીજ સાથે કચ્છમાં પડી રહેલા વરસાદે બીજી દિવસે પણ જમાવટ કરી છે જ્યા અષાઢીબીજના રાત્રે કચ્છના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રીક 1થી 3 ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યા આજે પણ વહેલી સવારથી કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદે હાજરી પુરાવી છે. તો વહેલી સવારે મુન્દ્રામાં 1 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના નિચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા. તો બપોર બાદ નખત્રાણા શહેર અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે શહેરની બજાર અને મુખ્યમાર્ગો પર જાણે નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્ર્યો સર્જાયા હતા. નખત્રાણાં દર વર્ષે સારા વરસાદ બાદ બસ સ્ટેશન નજીકના માતાનામઢ તરફ જતા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અવરોધાયો હતો. નખત્રાણાના આસપાસના ગામો અને બૈરૂ ગામમાં સારો વરસાદ વર્ષયો હતો. કચ્છમાં સતત 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. અને રાજ્યમાં જે રીતે વરસાદની આગાહી છે. તેની અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે. ગઇકાલે પણ કચ્છના તમામ બંદરો પર વરસાદની આગાહી અને ભારે પવનની શક્યતાના પગલે 3 નંબરનુ સિગ્નલ લગાડવામાં આવ્યુ હતુ. ત્યારે આજે પણ કચ્છમાં અનેક તાલુકાઓમાં સારી હાજરી પુરાવી છે. જીલ્લા કન્ટ્રોલરૂમના સત્તાવાર આંકડા મુજબ કચ્છમાં 4 વાગ્યા સુધી અબડાસા-17MM,નખત્રાણા-29MM,ભુજ-19MM,મુન્દ્રા-26MMમાંડવી-09MM,લખપત-16MM નોંધાયો છે. તો મુન્દ્રા,નખત્રાણા અને લખપતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. કચ્છમાં વાવણી લાયક વરસાદના પગલે ખેડુતોમાં ખુશી ફેલાઇ છે. જો કે નખત્રાણામાં થોડા વરસાદથી પાણી વહી નિકળતા મોટી ટ્રાફીકજામની સમસ્યા સર્જાઇ હતી. જુવો નખત્રાણામાં પડેલા થોડા વરસાદ બાદની સ્થિતીના દ્રશ્ર્યો