Home Current સાગર કવાયત વચ્ચે કચ્છની રણ સીમાના બોર્ડર પીલર નંબર 1127 પાસેથી ઝડપાયો...

સાગર કવાયત વચ્ચે કચ્છની રણ સીમાના બોર્ડર પીલર નંબર 1127 પાસેથી ઝડપાયો પાકિસ્તાની યુવાન

880
SHARE
કચ્છની દરિયાઇ બોર્ડર પરથી છેલ્લા ગણા સમયથી બીનવારસુ બોટ અને પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાઇ રહ્યા છે. પરંતુ લાંબા સમય બાદ કચ્છ લેન્ડ બોર્ડર પરથી બી.એસ.એફએ એક પાકિસ્તાની શખ્સને ઝડપ્યો છે. ગુરુવારે વહેલી સવારે આ કાર્યવાહી થઇ હોવાનુ પ્રાથમીક અનુમાન છે. જ્યા બોર્ડર પીલર નંબર 1127 નજીક ભારતીય સીમામાં ઘુસી આવેલા 35 વર્ષીય પાકિસ્તાની યુવાનને બી.એસ.એફએ ઝડપી પાડ્યો છે. હાલ તેની પુછપરછ ચાલુ છે. અને પુછપરછ બાદ નરા પોલિસને સોંપાય તેવી તેવી પ્રાથમીક જાણકારી બી.એસ.એફ ના સત્તાવાર સુત્રો તરફથી મળી રહી છે. એક તરફ કચ્છ સહિત ગુજરાતના દરિયાકાંઠે સાગર સુરક્ષાની કવાયત ચાલી રહી છે અને તે વચ્ચે આ શખ્સ બોર્ડર નજીકથી ઝડપાતા એજન્સીઓએ ઉંડી પુછપરછ શરુ કરી છે