સંતવાણી તેમજ ગઝલ,સૂફી ગાયકીમાં મોખરાનું સ્થાન ધરાવતા ઓસમાણ મીર દેશ-વિદેશમાં બહોળો ચાહક વર્ગ ધરાવે છે મૂળ કચ્છના વાતની એવા ઓસમાણ મીરે બોલીવુડમાં પણ પોતાની અલગ ઓળખ આપી છે શ્રી મીર સાથે એમના સુપુત્ર પણ ગાયકી ક્ષેત્રે આગળ વધી રહ્યા છે પિતા પુત્રના ગીતો પણ એમની યુ ટ્યૂબ ચેનલ પર દર્શકોએ આવકાર્યા છે બન્ને દ્વારા ગવાયેલું ” બે દર્દી તેરે પ્યારમેં ” ગીત 1.8 મિલિયન વ્યૂ પાર કરી ગયું છે. આ પવિત્ર શ્રાવણ માસમાં શિવ આરાધના કરી રહેલા ભાવિકો અને ભક્તિ સંગીતના ચાહકો માટે ઓસમાણ મીર દ્વારા ” ચંદ્રશેખરા ” યુ ટ્યુબ પર રિલીઝ કરાયું છે.
વર્તમાન પરિસ્થિતિમાં છેલ્લા કેટલાક સમયથી લોકો સમૂહમાં એકઠા થઇ શકતા નથી અને સંગીતને પણ જીવંત માણિ શકતા નથી ત્યારે સોશ્યિલ માધ્યમ દ્વારા પોતાના ચાહકો તેમજ સંગીત પ્રેમીઓ માટે કલાકારો યુ ટ્યૂબના માધ્યમથી સમયાંતરે પોતાની ગાયકી અને કળા રજૂ કરી રહ્યા છે દેશ-વિદેશમાં પોતાનો બહોળો ચાહક વર્ગ ધરાવતા મૂળ કચ્છના અને હાલ રાજકોટ રહેતા ઓસમાણ મીરે આ શ્રાવણ માસ દરમ્યાન 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ શિવ આરાધનાની અનોખી અનુભૂતિ કરાવતું “ચંદ્રશેખરા” ગીત પોતાની યુ ટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું છે. સંતવાણી તેમજ સૂફી ગાયકી સાથે બોલીવુડમાં પણ પોતાનો કંઠ આપીને ઉગતા કલાકારોને પણ પ્રોત્સાહિત કરનારા ઓસમાણ મીરે એમની યુ ટ્યુબ ચેનલ પર આ ગીત માણવા ભાવિકો અને સંગીતપ્રેમી વર્ગને અપીલ કરી છે.
ચંદ્રશેખરા ગીત નિહાળવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો