ભુજ પાલિકાની ડમ્પીંગ સાઇટથી મંજુરી વગર હજારો ટન માલ ઉઠાવી લેવાયો..!

સાઇટ પરથી કોઇની મંજુરી વગર માલ લઇ ગાંધીનગરી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કચરો ઠાલવવાની પ્રવૃત્તિ સામે ભારે રોષ ફેલાયો મંદિરની દીવાલ તોડી,ગટર લાઇનના પાણી અને ગેરકાયદેસર રીતે કચરો નાખવાનો મામલે રહીશોનો ધ્યાને આવતા ગંભીર આક્ષેપ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરાઇ હંગામી કર્મચારીઓની સાઠગાંઠથી કારસ્તાન
ભુજ:

ભુજના ગાંધીનગરી (વાધરી વાસ) વિસ્તારમાં નગરપાલિકાની કોઇ મંજૂરી વિના અને ગેરકાયદેસર રીતે કચરો ઠાલવવામાં આવી રહ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી હતી.આમતો મુળ પ્રશ્ન અહી ત્યારે સામે આવ્યો જ્યારે આ અંગે સ્થાનિક રહીશ ગોપાલ વઢીયારી દ્વારા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને એક લિખિત રજૂઆત કરવામાં આવી અરજીમાં જણાવ્યા અનુસાર,ગાંધીનગરી ખાતે આવેલા મોગલ માતાજી,મેલડી માતાજી તથા શીતળા માતાજીના મંદિરની બાઉન્ડ્રી વોલ (દીવાલ) ટ્રેક્ટર અને જેસીબી જેવા સાધનો વડે તોડી પાડવામાં આવી હતી.અને ત્યા કચરો ઠાલવવામાં આવ્યો હતો.તપાસ કરતા માલુમ પડ્યુ કે કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વિના મંદિરની દીવાલ તોડીને ત્યાં કચરો નાખવામાં આવ્યો હતો.તેમજ ગટર લાઇન પણ તોડવામાં આવી હોવાના આક્ષેપો અરજીમાં કરાયા હતા આ ઉપરાંત,આસપાસની અંદાજે ૩ થી ૫ એકર જમીનમાં કચરો ઠાલવવામાં આવી રહ્યો હોવાથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો અને દુર્ગંધની ભીતિ સેવવામાં આવી હતી.આ કામગીરી કરનાર ઇસમો, ઇલેક્ટ્રિક સાધનોના માલિકો તેમજ જેસીબી અને ટ્રેક્ટરચાલકો સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી.સ્થાનિક રહીશોએ માગણી કરી હતી કે જમીનમાંથી કચરો તાત્કાલિક ધોરણે ઉપાડી લેવામાં આવે,સાથે તોડી પાડેલા મંદિરની દીવાલનું નુકસાન પહોંચાડનારાઓ પાસેથી વળતર વસૂલી તેનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે, આ બાબતે કલેક્ટર (કચ્છ), નગરપાલિકા કમિશનર અને સ્થાનિક ધારાસભ્ય (MLA ભુજ) ને પણ નકલ રવાના કરીને યોગ્ય પગલાં ભરવાની અપીલ કરવામાં આવી હતી.આ મામલે પાલિકાના ચીફ ઓફીસરે ફોન ઉઠાવ્યો ન હતો. જો કે પાલિકા પ્રમુખ શીતલ શાહે કહ્યુ હતુ. કે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

મંદિર તોડી પડાતા ગંભીર મામલો સામે આવ્યો…

ગાંધીનગરી વિસ્તારમાં ઠાલવવામાં આવતો આ પુર કાયદેસર રીતે ઠાલવાઇ રહ્યો છે.કે નહી તે તો રામ જાણે પરંતુ તંત્રના ઉચ્ચ અધિકારીઓ જ્યા બેસે છે.તેના ભુજ શહેરમાં બનેલા આ કિસ્સામાં ભુજમાં પાલિકાની ડમ્પીંગ સાઇટ પરથી કોઇપણ મંજુરી વગર મોટા સાધનો લગાવી હજારો ટન કચરો અને પુર ત્યાથી ઉઠાવી લેવાયાનો ગંભીર મામલો હિન્દુ અગ્રણીઓએ ઉજાગર કર્યો હતો..જેમાં અરજીમાં પ્રાથમીક રીતે આ કામગીરી ઇબ્રાહીમ હાલેપોત્રા દ્વારા કરાઇ હોવાની વિગતો હિન્દુ અગ્રણીઓએ આપી હતી.હિન્દુ અગ્રણીઓએ યોગ્ય કાર્યવાહી માટે પાલિકાના અધિકારીઓને રજુઆત કરી છે.જો કે જે સ્થળે ગટર લાઇન અને દિવાલ તોડી પડાઇ ત્યા ધર્ષણ સર્જાયુ હતુ.તો રજુઆત કર્તાઓએ આ મામલે પોલીસની પણ ફરીયાદ કરી હતી.સાથે જે જગ્યાએ જમીન પર આ પુરાણ કરાતુ હતુ તેના માલિક તથા કામ રાખનાર મુસ્લિમ અગ્રણી હાલેપોત્રાને પણ કામગીરી અંગે ઠપકો અપ્યો હતો.

હિન્દુ અગ્રણીએ યોગ્ય કાર્યવાહીની માગ કરી..

જો કે હિન્દુ અગ્રણી જયેન્દ્ર ભાટીયાએ આ સાથે એવો પણ આક્ષેપ કર્યો છે.કે મંદિરની દિવાલ તોડી પડઇ પરંતુ ત્યા આવેલા અન્ય એક ધાર્મીક સ્થળ કેમ ન તુટયુ?ધટનાથી આ વિસ્તારના હિન્દુઓમાં રોષ છે.તો સ્થળ પર તપાસ માટે ગયેલા અગ્રણીઓએ પાલિકાના હંગામી કર્મચારીએ મંજુરી આપી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.જેમાં પાલિકાની ડમ્પીંગ સાઇડ પર કામ કરતા મશીનોના ચાલકે પાલિકાના મહિપાલસિંહે આ મંજુરી આપી હોવાનુ કહ્યુ હતુ.તો પોલીસ સ્ટેશન ખાતે રજુઆત કરવા ગયેલા હિન્દુ આગેવાનોને ઇબ્રાહીમ હાલેપોત્રાએ દિવાલ ફરી બનાવી આપવા સહિતનુ કામ કરી આપવાની વાત કરી હતી પરંતુ હિન્દુ આગેવાનોએ પોલીસ સમક્ષ ફરીયાદ નોંધી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.સાથે પાલિકામાં પણ તપાસ માટેની માંગ કરી છે.

આમતો વેસ્ટ કચરા-પુરનો ઉપયોગ થાય તે હિતાવહ છે.પરંતુ પાલિકાની કોઇપણ મંજુરી વગર હજારો ટન કચરો ત્રણ દિવસ સુધી ઉઠાવ્યા બાદ મંદિરની દિવાલ તુટતા સમગ્ર મામલાનો ભાંડો ફુટ્યો હતો.તેવામાં આક્ષેપ છે. કે ફરીયાદ છંતા મશીનરી ત્યા પડી હોવા છંતા તેને જપ્ત કરવામાં કે કાર્યવાહી કરવામાં આવી ન હતી.જો કે પ્રમુખે યોગ્ય તપાસની ખાતરી આપી છે.ત્યારે કચરા માટેની મંજુરી આપનાર પાલિકાનો એ કર્મચારી મહિપાલસિંહ કોણ છે? અને મંજુરી વગર કેમ કચરો ઉઠાવાતો હતો તે તપાસમાં જાણવુ અગત્યનુ રહેશે..હવે જોવુ રહ્યુ પાલિકા-પોલીસ શુ કાર્યવાહી કરે છે.જો કે સમગ્ર મામલે હંગામી કર્મચારીના ઉચ્ચ અધિકારી કે પાલિકાના સત્તાધીસોની સહમતી વગર અપાયેલી મંજુરી પણ સવાલો ઉભા કરે છે.