કચ્છની વિવિધ કોમર્શિયલ નવરાત્રીમાં સર્જાયેલા વિવાદ,વોકળામાં ગાયકે કરેલી ખેલલના ચર્ચાસ્પદ મામલાઓ વચ્ચે ભુજમાં સમાજ માટે આયોજીત ગરબીમાં યુવકોને સમાજના હોદ્દેદારે કરેલી ટકોરથી વિવાદ સર્જાતા ઇનામ વિતરણ પડતુ મુકાયુ ગરબી બહાર પણ ન થવાનુ થયાની ચર્ચા છે. જો કે વિવાદ પર સમાજના પ્રમુખે સમાજનો મામલો ગણાવી ટીપ્પણી ટાડી હતી.પરંતુ બનાવ મોટો થતા સ્હેજમાં અટક્યો
ભુજ;
કચ્છમાં નવરાત્રી દરમ્યાન કોમર્શિયલ નવરાત્રી ભારે વિવાદ અને ચર્ચામાં રહી હતી. ક્યાક પાસના મુદ્દે વિરોધ તો ક્યાક માતાજીની આરાધના બદલે કલાકારોને વધુ પ્રોત્સાહનના આક્ષેપો તો ક્યાક કોમર્શિયલ નવરાત્રીના ગાયકોએ ભુજના પ્રખ્યાત શેરી ગરબામાં કરેલા હોબાળાની ચર્ચાએ ભારે જોર પકડ્યુ હતુ જો કે આવા વિવાદો સમાજની નવરાત્રી સુધી પહોચ્યા હતા.ભુજમાં લોહાણા સમાજ દ્વારા આયોજીત નવરાત્રીમાં નજીવી બાબતે ભારે હોબાળો થયો હતો.જેના કારણે વિવાદ વકરે નહી તે માટે વિજેતા બનેલા યુવક-યુવતીને ઇનામ બાકી રાખીને નવરાત્રી પુર્ણ કરી દેવાઇ હતી.જો કે વિવાદ ત્યાં જ શાંત પડ્યો ન હતો.પરંતુ સમાજના યુવકોએ હોદ્દેદારોને નવરાત્રી પુર્ણ થયા બાદ બરોબરના ચાબખા માર્યા હતા.વિવાદની શરૂઆત ત્યારે થઇ જ્યારે અગાઉ લોહાણા સમાજની નવરાત્રીમાં જ અન્ય વિવાદનુ કારણ બનેલા સમાજના એક હોદ્દેદાર હિરેન ઠક્કર કે જે ભુજ નગરપાલિકામાં કાઉન્સિલર છે.તેને સમાજનાજ યુવકો કે જેણે નવરાત્રીના સફળ આયોજન પાછળ ભારે મહેનત કરી હતી. તેને સ્ટેજથી દુર ખસી જવા માટે સુચના આપી હતી.સમાજના લોકોની પાંખી હાજરી અને કોઇ અગવળતા ન હોવા છંતા આવી ટીપ્પણીથી યુવકોમાં રોષ ફેલાયો હતો.જો કે વિવાદ વકરે તે પહેલાજ ટીપ્પણી કરનાર તથા અન્ય લોકો ત્યાથી દુર થઇ ગયા હતા.જો કે સમાજના યુવકોએ સાથે મળી ત્યાર બાદ પ્રમુખને ઉગ્ર રજુઆત કરી સમાજના આગેવાનો દ્વારા કરાતી આવી ટીપ્પણી સહિતના મામલે બરાબરોના આડેહાથ લીધા હતા.અને વાંરવાર બનતા બનાવોથી અવગત કર્યા હતા.સમગ્ર મામલે સમાજના પ્રમુખ મુકેશ ચંદેનો સંપર્ક કરતા તેઓએ નાનો બનાવ બન્યો હોવાનુ કહ્યુ હતુ. પરંતુ વિવાદ પર વધુ ન બોલતા તેઓએ સમાજનો અંદરનો મામલો હોવાનુ કહી પતિ ગયો હોવાનુ કહ્યુ હતુ.
શુ હથિયાર નિકળ્યાની વાત સાચી ?
અગાઉ પણ લોહાણા સમાજની નવરાત્રીમાં સમાજના જ બે જુથ્થો વચ્ચે વિખવાદ થયા બાદ છરી નિકળી હોવાની વાતે સમાજમાં ધેરા પ્રત્યધાત પાડ્યા હતા.જો કે તે તમામ વિવાદોને ભુલાવી આ વર્ષે થયેલી નવરાત્રીમાં 19 તારીખે સર્જાયેલા વિવાદની ભારે ચર્ચા છે.સમાજના અગ્રણીઓ ભલે આંતરીક મામલો અને સમાજની બદનામી ન થાય તે માટે નાનો મામલો ગણાવી વિવાદથી દુર રહી રહ્યા છે.પરંતુ આંતરીક સુત્રોએ ધટનાને ગંભીર ગણાવી છે.કેમકે યુવકોએ કરેલી રજુઆત સમયે હથિયાર કાઢવાના પ્રયાસની પણ ચર્ચા છે.જ્યારે યુવક સંધના યુવાનો પ્રમુખને વિવાદો અંગે સંભળાવી રહ્યા હતા.ત્યારે નારાજ એક યુવકે હથિયાર કાઢી લીધું હોવાની ચર્ચા છે? જો કે સમાજના અગ્રણીઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.પરંતુ ઉગ્ર ચર્ચાનો દોર લાંબા સમય સુધી રહ્યો હતો.જે મામલે સમાજના પ્રમુખ સહિતના અગ્રણીઓ નનૈયો ભણી રહ્યા છે.પરંતુ સમાજનુ હિત ઇચ્છતા લોકો મામલાને ગંભીર ગણાવી કંઈક મોટું બન્યું હોવાની વાત ને સમર્થન આપી રહ્યા છે.પણ મામલો સમજનો જ હોય કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી…પરંતુ હથિયાર ની વાત સમાજમાં ચો તરફ થઈ રહી છે.
આમતો સમાજમાં આવા આંતરીક વિખવાદો એ સામાન્ય છે.પરંતુ જગજાહેર અને મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં લોહાણા સમાજની નવરાત્રી સ્થળમાં બનેલો બનાવ હાલ સમાજમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે.ધટનાના મુળમાં સમાજનાજ કેટલાક સભ્યો પ્રત્યેની આંતરીક નારાજગી હોવાનો ગણગણાટ છે.સાથે વર્તમાન પ્રમુખ સામે પણ અસંતોષના અંકુર ફુટી રહ્યા છે.જો કે વર્તમાન પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણુંક અને ચૂંટણી પ્રક્રિયા ને સમાજના જ યુવકે પહેલા જ કાયદાકીય રીતે પણ પડકારી છે.તે વચ્ચે સમાજના યુવકોને જ નિરૂત્સાહ કરવા મામલે સર્જાયેલો વિવાદ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.અને સમાજના હિતચિંતકો આવા વિખવાદો ન થાય તેના હિતમા છે.અને આવા વિવાદો અટકે તેવું ઇચ્છી રહ્યા છે…